GSTV

Video: પેન્ટનું બટન અને ઝિપ ખોલીને એરપોર્ટ પહોંચી ગઇ આ એક્ટ્રેસ, જોનારા રહી ગયા હક્કા-બક્કા

એક્ટ્રેસ

Last Updated on September 20, 2021 by Bansari

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે ‘બિગ બોસ ઓટીટી’ના ઘરમાં ખૂબ જ ધૂમ મચાવી. તે પોતાની કમાલની ફેશન સેન્સના કારણે ઘરમાં છવાઇ ગઇ હતી. શૉ ખતમ થયા બાદ પણ ઉર્ફી ચર્ચામાં છે. અવારનવાર ઉર્ફી પોતાના આઉટફિટને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તાજેતરમાં જ એરપોર્ટ પર વિચિત્ર આઉટફિટમાં ઉર્ફી નજરે આવી હતી. ઉર્ફીના આ આઉટફિટથી તેનો સુપર મોડલ અવતાર જોવા મળ્યો છે.

ખુલ્લા બટન સાથે એરપોર્ટ પહોંચી ઉર્ફી

એરપોર્ટની બહારની ઉર્ફી જાવેદની આ તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. પાપારીઝ વિરલ ભાયાણીએ પોતાના આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે ચેક્સ પેન્ટ્સ અને ક્રોપ ટૉપમાં નજરે આવી રહી છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે તેમાં બોલ્ડ શું છે તો તમને જણાવી દઇએ કે ઉર્ફીએ પેન્ટનું બટન અને ઝિપ બંને ખોલી રાખી હતી. તે પાપારાઝીને પોતાના અંદાજમાં પોઝ આપી રહી હતી. હવે તેની આ આઉટફીટ સ્ટાઇલિંગ કેટલાંક લોકોને પસંદ આવી તો કેટલાંક લોકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કરી દીધી.

ઉર્ફીને લોકોએ કરી ટ્રોલ

ઉર્ફી જાવેદે આ વીડિયોને જોયા બાદ એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું, ઉતાવળમાં ભૂલી ગઇ છે કદાચ. અન્ય એક યુઝરે લખ્યું, કેવી રીતે ટકેલી છે. આ ઉપરાંત એકે તે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ અટેંશન માટે આવુ કરી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું કે, આ કેવી ફેશન સેન્સ છે.

પહેલા પણ કરી હતી આવી હરકત

જણાવી દઇએ કે તેની પહેલા પણ ઉર્ફી જાવેદે વિચિત્ર કપડા પહેરીને એરપોર્ટ પર એન્ટ્રી મારી હતી. તેણે એકદમ નાનુ ડેનિમ જેકેટ પહેર્યુ હતુ, જેની નીચે તેણે ફક્ત બ્રા પહેરી હતી. ઉર્ફીના જેકેટ નીચે તેની બેબી પિંક બ્રા સ્પષ્ટ નજરે આવી રહી હતી અને આ જ કારણે તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી.

આ શૉમાં નજરે આવી ચુકી છે ઉર્ફી

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ટીવી શોઝની વાત કરીએ તો ઉર્ફી ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, જીજી મા અને ડાયન જેવા શૉઝમાં નજરે આવી ચુકી છે. આ ઉપરાંત ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીનો પણ હિસ્સો રહી ચુકી છે પરંતુ તે ઘરમાં લાંબો સમય ટકી શકી નહી.

Read Also

Related posts

મોટા સમાચાર / આર્યન ખાન ડ્રગ કેસમાં પહેલી રાહત, આ બે આરોપીઓને મળ્યા જામીન

Zainul Ansari

NCB ઓફિસર સમીર વાનખેડેના પત્નીનો ચોંકાવનારો ખુલાસો, પરીવારને જાનથી મારવાની મળી રહી છે ધમકી!

pratik shah

આર્યન-અનન્યાની સામે આવી ચેટ ! 80 હજારમાં મંગાવ્યો હતો ગાંજો, વધુ 3 સેલિબ્રિટી કિડ્સ પણ સામેલ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!