ભારતનો બેરોજગારીનો દર નવેમ્બરમાં વધી ૮ ટકા સાથે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. ઓકટોબરમાં આ દર ૭.૭૭ ટકા રહ્યો હતો એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના આંકડા જણાવે છે. દેશમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારીમાં વધારો થયો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઘટાડો થયો છે.

શહેરી બેરોજગારીનો દર નવેમ્બરમાં વધી ૮.૯૬ ટકા રહ્યો છે જે ઓકટોબરમાં ૭.૨૧ ટકા રહ્યો હતો, જ્યારે ગ્રામ્ય બેરોજગારીનો દર ૮.૦૪ ટકા પરથી ઘટી ૭.૫૫ ટકા રહ્યાનું પણ આંકડા પરથી જણાય છે. જોબ્સને લગતા ડેટાસ સરકાર દર મહિને જારી કરતી નહીં હોવાથી સીએમઆઈઈના આંકડા પર અભ્યાસુઓની નજર રહે છે.

નવેમ્બરમાં આઠ ટકાનો બેરોજગારીનો દર વર્તમાન વર્ષનો બીજો સૌથી મોટો છે. આ અગાઉ ઓગસ્ટમાં બેરોજગારીનો દર ૮.૨૮ ટકા જોવા મળ્યો હતો. લિસ્ટેડ કંપનીઓ દ્વારા ૨૦૨૧-૨૨માં રોજગારીનો આંક એક કરોડની સપાટીને પાર કરી ગયો હતો જે અત્યારસુધીનો સૌથી મોટો આંક છે. ૨૦૨૦-૨૧ની સરખામણીએ આ આંક ૯.૩૦ ટકા વધુ હતો. લિસ્ટેડ કંપનીઓના ફાઈનાન્સિઅલ રિપોર્ટસ પરથી આ આંક પ્રાપ્ત થઈ શકયા હતા.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ