GSTV

કાયદાને અભેરાઈએ ચડાવતા સરકારી કર્મીઓ, અર્બન હેલ્થ સેન્ટરમાં નથી ચેકીંગ થતું કે નથી સેનેટાઈઝરની કોઈ વ્યવસ્થા

સરકારી તંત્ર ગાઈડ લાઈન બહાર પાડે તો છે, પરંતુ સરકારી કર્મચારીઓ જ જાણે કે ગાઈડ લાઈનને અભેરાઇએ ચઢાવી દે છે. ત્યાં સુધી કે અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર જ કહી રહ્યા છે કે, અર્બન હેલ્થ સેન્ટર પર ટેમ્પરેચર ચેક કરવાની કોઈ ગાઈડ લાઈન નથી એટલે કે શું ગાઈડ લાઈન માત્ર ખાનગી સંસ્થા માટે જ છે.

આવા જ દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદ શહેરના જોધપુર અર્બન હેલ્થ સેન્ટર પર. જ્યાં નથી થતું ટેમ્પરેચર ચેકીંગ કે નથી કોઇ સેનેટાઇઝિંગની વ્યવસ્થા.

આ જ સ્થિતિ છે જોધપુર અર્બન હેલ્થ સેન્ટરની આમ તો કોઈ પણ સરકારી કે ખાનગી સંસ્થામાં કોઇપણ મુલાકાતી કે સ્ટાફને ફરજીયાત તપામાન ચેક કર્યા બાદ જ ઓફિસમાં પ્રવેશ આપવો એવો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ જોધપુર અર્બન હેલ્થ સેન્ટર પર ફરજ બજાવતા ડોક્ટર અભિષેક કહી રહ્યા છે કે, આવી કોઈ સરકારી ગાઈડ લાઈન નથી કે કોઇપણ અર્બન હેલ્થ સેન્ટર પર તપામાન ચેક કરવું. એટલે કે સીધી વાત છે કે કોર્પોરેશન દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે, જેની જાણ જોધપુર અર્બન હેલ્થ સેન્ટર પર કરવામાં આવી નથી.

હાલમાં વેક્સીન આપવાની કામગીરી બંધ છે, જે કોઈને દવાની જરૂર હોય તેને બારીમાંથી જ આપી દેવામાં આવે છે અને અહીં માત્ર સ્ટાફના લોકો જ પ્રવેશ કરે છે. તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે, શું એક વખત કોરોના રીપોર્ટ કરાવી દીધો તો બીજી વખત કોરોના નહીં થતો હોઈ ? કે પછી કોર્પોરેશનની કોઈ ખાસ ગાઈડ લાઈન અર્બન હેલ્થ સેન્ટર માટે અલગથી બહાર પાડવામાં આવી છે ? સ્ટાફના ઘણા સભ્યો માસ્ક વગર ફરતા પણ નજરે પડી રહ્યા હતા. પરંતુ ડોક્ટર તો કહી રહ્યા છે કે ટેમ્પરેચર ચેક કરવું અનિવાર્ય નથી અને અહીં આવી કોઈ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી નથી. જેથી સવાલ એ થઇ રહ્યો છે કે કાયદા અને ગાઈડ લાઈન શું અન્યો માટે જ છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!