અમદાવાદમાં આગામી 9-10 ફેબ્રુઆરીના રોજ યોજાનાર U20 અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠકમાં સામેલ થનારા દેશ-વિદેશના ડેલિગેટ્સ 8મી ફેબ્રુઆરીએ શહેરમાં આવી પહોંચશે. મહેમાનો સિંધુ ભવન રોડ ખાતે આવેલી તાજ સ્કાયલાઇન હોટેલમાં રોકાણ કરશે. અમદાવાદ એરપોર્ટ પર ડેલિગેટ્સનું ગુજરાતની પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવશે. બે દિવસની બેઠકમાં 6 વિવિધ પ્રાથમિકતાઓ પર ચર્ચા વિચારણા ઉપરાંત ડેલિગેટ્સ સાબરમતી આશ્રમ, અટલ બ્રીજ, અડાલજની વાવ, કાંકરિયા લેક તથા સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે.

કાંકરિયા ખાતે અર્બન-20ના મહેમાનો માટે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ડેલિગેટ્સ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. 9 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે બેઠકનો આરંભ થશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ પહેલા દિવસે સંબોધન કરશે.જી-20ની ભારતની અધ્યક્ષતાના ભાગરુપ અમદાવાદમાં અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. તથા જુલાઇ 2023માં અર્બન-20ના મેયરની બેઠક યોજાશે. ક્લાઇમેટ-40 અને યુનાઇટેડ સિટિઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ્સની સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા અર્બન-20 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અર્બન-20 ડેલિગેટ્સ ક્યાં ક્યારે જશે?
8 ફેબ્રુઆરીઃ અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન, સ્વાગત. સિંધુ ભવન રોડ સ્થિત તાજ સ્કાયલાઇન ખાતે રોકાણ
9 ફેબ્રુઆરીઃ
- અડાલજની વાવ અને સાબરમતી આશ્રમની મુલાકાત
- અટલ બ્રીજની મુલાકાત. અટલ બ્રીજથી ઇવેન્ટ સેન્ટર સુધીની વોક.
10 ફેબ્રુઆરીઃ
- કાંકરિયા લેકની મુલાકાત અને ગાલા ડિનર
- હેરિટેજ વોક (વૈકલ્પિક)
11 ફેબ્રુઆરીઃ
હોટેલ તાજ સ્કાયલાઇનથી એરપોર્ટ માટે રવાના.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની WTC ફાઇનલને લઈને આ દિગ્ગજે કહી મોટી વાત, કેનિંગ્ટન ઓવલમાં આવો રહ્યો છે ભારતીય રેકોર્ડ
- Sim Card હોય તમારા ID પર અને ચલાવી રહ્યું છે કોઈ બીજું? તો આ રીતે તરત કરાવો બંધ
- મંગળ સાબિત થયો ભારતીય શેરબજાર માટે આજનો દિવસ, સેન્સેક્સ-નિફ્ટી જોરદાર ઝડપ સાથે બંધ થયા
- ઓ ભાઈ સાહેબ! જાનમાં નાચી રહ્યા છે કે મારી રહ્યા છે? પબ્લિકે ગણાવ્યો અનોખો નશો
- ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ