ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે અમદાવાદમાં અર્બન-૨૦ સમિટ યોજાશે.અમદાવાદને આ સિમિટ માટે યજમાન શહેર બનાવવામાં આવ્યુ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સમિટને લઈ તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.બે દિવસની સમિટમાં ૩૫ થી વધુ દેશના ડેલિગેટસ હાજર રહેશે.સમિટમાં પર્યાવરણ ઉપરાંત જળસુરક્ષા,કલાઈમેટ ફાયનાન્સ તેમજ સ્થાનિક ઓળખ સહિતના કુલ છ મુદ્દા ઉપર વિશ્વના દેશોના શહેરોમાંથી આવનારા પ્રતિનિધિઓ ચર્ચા-વિચારણા કરી એક મુસદ્દો તૈયાર કરશે.આ વર્ષે જૂલાઈ માસમાં યુ-૨૦ એન્ગેજમેન્ટ ગુ્પની ફરીથી બેઠક યોજાશે.આજથી શહેરમાં ડેલિગેટસનું આગમન થશે.

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન અને શહેરના મેયર કિરીટ પરમાર તૈયારીમાં
અમદાવાદમાં બે દિવસ અર્બન-૨૦ સિટી શેરપા ઈન્સેપ્શન બેઠકના આયોજન અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન અને શહેરના મેયર કિરીટ પરમારે કહયુ,યુ-૨૦ એ જી-૨૦ હેઠળ એક એન્ગેજમેન્ટ ગુ્પ છે.શહેરમાં યોજાનારી સમિટ એ વિશ્વના દેશોના શહેરના મેયરોને એક પ્લેટફોર્મ ઉપર લાવશ.સમિટમાં વિશ્વના દેશોના પ્રતિનિધિઓની સાથે દેશના વિવિધ રાજયોના પ્રતિનિધિઓનુ પણ આગમન થશે.દેશમાં દિલ્હી,મુંબઈ,કોલકોતા ઉપરાંત ચેન્નાઈ અને બેંગ્લોર જેવા શહેર હોવાછતાં યુ-૨૦ સમિટ માટે અમદાવાદને યજમાન શહેર બનવાની તક એટલે અમદાવાદ શહેર અને શહેરીજનો માટે ગૌરવની બાબત છે.
નવ ફેબુ્રઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટને વર્ચ્યુઅલ સંબોધન કરી સમિટનો આરંભ કરાવશે.ટોકીયો,મિલાન,રિયાધ અને જાકાર્તા તેમજ બ્યૂઓનસ એરિસ બાદ અમદાવાદમાં અર્બન-૨૦ સમિટ યોજાઈ રહી છે.બેઠકમાં સાઓ પાઉલો, રોટરડેમ,બાર્સોલોના,બ્યુનોસ આર્યસ,ડરબન તેમજ પેરિસ,જોહાનિસબર્ગ,મેડ્રિડ,ટોકિયો,ઈઝિમર,જાકાર્તા, લોસ એન્જલસ,મેકિસકો સિટી,ન્યૂયોર્ક સિટી,રિયાધ અને મિલાન જેવા સહભાગી શહેરોના પ્રતિનિધિઓ સમિટમાં ભાગ લેશે.આ ડેલિગેટસ છ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી મુસદ્દો તૈયાર કરી જી-૨૦ને જાણ કરશે.વસુધૈવ કુટુંબકમના થીમ હેઠળ મળનારી સમિટ બાદ નિર્ધારીત પ્રાથમિકતાઓ ઉપર ચર્ચા ચાલુ રાખવા જૂલાઈ મહિનામા ફરીથી મળશે.
રીવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ ગાલા ડીનર નિમિત્તે આવતીકાલે ચાર કલાક બંધ રખાશે
દેશ અને વિદેશમાંથી અર્બન-૨૦ સમિટમાં ભાગલેવા આવનારા ડેલિગેટસને આવતીકાલે ગુરુવારે અટલફૂટ ઓવરબ્રિજની મુલાકાતે લઈ જવાશે.આ ઉપરાંત રીવરફ્રન્ટ ખાતે ગાલા ડીનરનુ આયોજન કરવામાં આવ્યુ છે.ગાલાડીનરમાં ગુજરાતની વિવિધ ભાતીગળ વાનગીઓ પણ પીરસવામા આવશે.ગાલા ડીનરનુ આયોજન કરવામા આવ્યુ હોવાથી નવ ફેબુ્આરીએ સાંજે ૪થી ૮ સુધી રીવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ લોકો માટે બંધ રાખવામાં આવશે.અટલબ્રિજની ટિકીટ પણ માત્ર ત્રણ વાગ્યા સુધી જ મળી શકશે.

શુક્રવારે સવારે હેરીટેજ વોક-સાંજે કાંકરીયા લેક ખાતે ગાલા ડીનર યોજાશે
વિશ્વના દેશોના શહેરોમાંથી યુ-૨૦ સમિટમાં ભાગ લેવા આવનારા ડેલિગેટસને ગુરુવારે સાબરમતી આશ્રમ, અટલબ્રિજ ઉપરાંત સાબરમતી રીવરફ્રન્ટની મુલાકાત,પ્રેઝન્ટેશન બતાવવામા આવ્યા બાદ શુક્રવારે ૧૦ ફેબુ્રઆરીએ સવારે શહેરમાં આવેલા હેરીટેજ સ્થાપત્યોની ઓળખ કરાવવા હેરીટેજ વોક યોજાશે તેમજ સાંજના સમયે કાંકરીયા લેક ખાતે ગાલા ડિનરનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ