GSTV

સોનભદ્રમાં તો સોનામાં સુગંધ ભળી, સોનાના ભંડાર બાદ અન્ય એક ખજાનો પણ મળ્યો !

gold

ઉત્તર પ્રદેશના સોનભદ્રના પહાડી વિસ્તારોમાં 3 હજાર ટન સોનાનો ભંડાર મળ્યો છે. જેની ખાતરી થઈ ગઈ છે અને હવે હરાજીની પ્રક્રિયા પણ શરૂ થશે. આ સાથે જ સોનભદ્રમાં યુરેનિયમ મળવાની સંભાવના પણ જણાઈ રહી છે. જો આવું થયું સોનભદ્રમાં સોનામાં સુગંધ ભળશે. હકીકતમાં જોઈએ તો, અહીંના ખનિજ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ જગ્યા પર સોનાની સાથે સાથે યુરેનિયમનો ભંડાર હોવાની પણ શક્યતા જણાઈ રહી છે. જેની તપાસમાં અન્ય ટીમની સાથે સાથે કેન્દ્રીય ટીમ પણ જોતરાઈ ગઈ છે.

યૂરેનિયમનો ભંડાર મળશે તો સોનામાં સુગંધ ભળશે

સોનભદ્ર જિલ્લામાં પહાડીઓમાં સોનાના ભંડારની સાથે સાથે પહાડીઓમાં નીચે યૂરેનિયમનો મોટો ભંડાર હોવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે. આ માટેની પ્રક્રિયા 2012થી ચાલી રહી છે. ત્યારે હવે આ અંગેની પાક્કી ખાતરી મળી ગઈ છે.

સમગ્ર દેશની નજર છે સોનભદ્ર પર

અહીં પહાડીઓમાં 3 હજાર ટન સોનાનો ભંડાર મળ્યો છે, જેના માટે સરકાર આગામી સમયમાં હરાજીની પ્રક્રિયા હાથ ધરશે. આ ખબર આવ્યા બાદ સમગ્રે દેશમાં સોનભદ્રની ચર્ચા થઈ રહી છે. તમામ લોકોની નજર આ જગ્યા પર છે કે, શું સાચે જ સોનભદ્રમાં સોનાનો આટલો મોટો ભંડાર મળી આવશે.

જો આ ભંડાર મળશે તો, દેશ ફરી બનશે સોને કી ચિડીયાં

એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીમાં ભારત પાસે જેટલો પણ સોનાનો ભંડાર છે, તે દુનિયાની સરખામણી ઘણુ ઓછુ છે, પણ સોનભદ્રમાં જો આટલું સોનું મળી આવે તો, સોના ઉત્પાદનમાં દુનિયામાં તે બીજા નંબરે આવી શકે છે.

READ ALSO

Related posts

આ દંપત્તિની ઝિંદગી એ હદે નર્ક સમાન બની ગઈ છે કે તેમણે હવે મૃતદેહો ગણવાનું જ છોડી દીધું છે

Mayur

પંજાબમાં ચોર બીમાર પડતા લઈ જવાયો હોસ્પિટલ, રિપોર્ટ આવતા પોલીસ સ્ટેશનમાં મચ્યો હડકંપ

Nilesh Jethva

વિશ્વભરમાં મોદી મોદી : અમેરિકા બાદ આ દેશે પણ મોદીની કામગીરી અને મદદના દિલ ખોલીને કર્યા વખાણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!