GSTV

Bravo / UPSC સિવિલ સર્વિસમાં ચમક્યો સુરતનો કાર્તિક, ગુજરાતમાં પ્રથમ તો દેશમાં મેળવ્યો 8મોં ક્રમ

Last Updated on September 24, 2021 by Pritesh Mehta

સંઘ લોકસેવા આયોગએ સિવિલ સર્વિસ પરીક્ષા 2020 ના ફાઇનલ પરિણામો જાહેર કરી દીધા છે. આ પરીક્ષામાં આ વખતે કુલ 761 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. સંઘ લોક સેવા આયોગે ફાઇનલ રિઝલ્ટ જાન્યુઆરી 2021માં થયેલ મુખ્ય લેખિત પરીક્ષા અને ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021માં થયેલ પર્સનાલિટી ટેસ્ટના આધારે જાહેર કર્યા છે. તો ગુજરાત માટે ગૌરવની વાત છે કે સુરતના કાર્તિક જીવાણીએ આ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગ (AIR)માં 8મોં ક્રમ મેળવી ભવ્ય સફળતા મેળવી છે. તો બીજી બાજુ, શુભમ કુમાર (રોલ નંબર 1519294) એ સિવિલ સેવા 2020માં ટોપ કર્યું છે.

  • UPSC પરિણામ જાહેર
  • 761 ઉમેદવારો થયા પાસ
  • સ્પિપાના 13 ઉમેદવારે માર્યુ મેદાન
  • ગુજરાતની સંસ્થા છે સ્પીપા
  • ટોપ ટેનમાં ગુજરાતનો એક વિદ્યાર્થી
  • કાર્તિક જીવાણી સમગ્ર દેશમાં આઠમાં નંબરે
  • લાંબા વર્ષો બાદ ગુજરાતનો વિદ્યાર્થી ટોપ ટેનમાં ઝળક્યો

UPSC દ્વારા સિવિલ સર્વિસીઝના જાહેર કરવામાં આવેલ પરિણામમાં IAS, IFS, IPS, કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A અને ગ્રુપ B ના ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. UPSC દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સુરત શહેરના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ દેશભરમાં 8માં રેન્ક સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે.

કાર્તિક જીવાણીએ 2017માં પણ UPSCની પરીક્ષા આપી હતી. જોકે, 2017માં કઠોર મહેનત છતાં નિષ્ફળ રહ્યો હતો. ત્યાબાદ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019 માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 84મો ક્રમ મેળવ્યો હતો. જેથી IAS ની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું. જેથી તેઓ IPS ની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતા-લેતા ફરી IAS બનવાના સ્વપ્નને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી છે.

2015ની બેચમાં ટીના ડાબી ટોપર રહી હતી. તેની નાની બહેન રીયા ડાબી આ રિઝલ્ટમાં 15મા ક્રમે રહી છે. એ રીતે બન્ને બહેનોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને સફળતાનું નવું ઉદાહરણ પુરું પાડ્યું છે.

આ અધિકારીઓને નીચેના વિભાગોમાં એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે.

  1. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)2. ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS)
  2. ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS)
  3. સેન્ટ્રલ સર્વિસ (ગ્રૂપ-એ-બી)

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!