GSTV
Gujarat Government Advertisement

UPSCએ જાહેર કર્યું NDA પરીક્ષા 2020નું પરિણામ, આવી રીતે કરો ડાઉનલોડ

Last Updated on October 9, 2020 by Mansi Patel

યૂનિયન પબ્લિક સર્વિસ કમીશને નેશનલ ડિફેંસ એકેડમી અને નેવલ એકેડમી એક્ઝામ (I) અને (II)2020 પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. તે પરિક્ષાર્થીઓ જે જેણે આ વર્ષે યૂપીએસસી એનડીએ અને એનએ પરીક્ષામાં બેસ્યા હતા તે ઓફિશીયલ વેબસાઈટ ઉપર જઈને પરિણામ ચેક કરી શકે છે. જણાવી દઈએ કે આ પરિક્ષા 6 સપ્ટેમ્બર 2020નો આયોજીત થઈ હતી. આજે જાહેર થયેલું રિઝલ્ટ લેખિત પરીક્ષાનું છે. તેમાં પાસ ઉમેદવારોને હવે ઈન્ટરવ્યુ રાઉન્ડ માટે જવાનું રહેશે. તે સાક્ષાત્કાર સર્વિસિસ સિલેક્શન બોર્ડ, મિનિસ્ટ્રી ઓફ ડિફેંસ દ્વારા આયોજીત કરવામાં આવશે. ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે કે, રિઝલ્ટ જાહેર થયાબાદ બે સપ્તાહની અંદર તે ઈન્ડિયન આર્મી રિક્રુટિંગ વેબસાઈટ ઉપર રજીસ્ટર કરાવી લે. આવુ કરવા માટે તેની વેબસાઈટ ઉપર જવાનું joinindianarmy.nic.in રહેશે. જ્યારે ઉમેદવાર પોતાને સફળતાપૂર્વક રજીસ્ટર કરાવી લેશે તે બાદ તેને સાક્ષાત્કારની તારીખ જણાવવામાં આવશે. આ બાબતની જાણકારી તેના રજીસ્ટર્ડ ઈમેઈલ આઈડી ઉપર મોકલી દેવામાં આવશે.

આવી રીતે ડાઉનલોડ કરો પરિણામ

  • પરિણામ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ઓફિશીયલ વેબસાઈટ ઉપર જાઓ.
  • ત્યાં હોમપેજના મિડિલમાં એક કોલમ હશે જેના ઉપર લખ્યું હશે Written Results, તેના ઉપર ક્લિક કરો.
  • તેના ઉપર ક્લિક કર્યા બાદ Examinations Written Results નામના કોલમ ઉપર ક્લિક કરો.
  • તે બાદ ડાઉનલોડ સેક્શન ઉપર જાઓ.
  • ત્યાં NDA Result નામની એક પીડીએફ હશે તેને ખોલો.
  • તેમાં દેવામાં આવેલી યાદીમાં રોલનંબર ચેક કરો.
  • ભવિષ્ય માટે યૂપીએસસી એનડીએ એનએ રિઝલ્ટની પીડીએફ ડાઉનલોડ કરીને પોતાની પાસે રાખી શકો છો.
  • બાકી કોઈ પણ વિષયમાં વિસ્તારમાં જાણકારી જોવા માટે ઓફિશીયલ વેબસાઈટ ઉપર જઈ શકો છો.
Gujarat Government Advertisement

Related posts

આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો?

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

મહારાષ્ટ્રમાં વધ્યો ખતરો/ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની એન્ટ્રી પછી અઘાડી સરકાર સતર્ક, પ્રતિબંધો ફરીથી વધારવાનો કર્યો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!