GSTV

ગુજરાતનું ગૌરવ : IAS અને IPS બનવામાં ગુજરાતીઓ પણ નથી પાછળ, આ 13 જણાએ પાસ કરી પરીક્ષા

UPSC દ્વારા સિવિલ સર્વિસીઝ પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર કરાયુ છે.જેમાં સ્પીપાથી કોચિંગ લેનારા ગુજરાતના 13 ઉમેદવારો ફાઈનલ પસંદગીમાં સીલેકટ થયા છે.ગુજરાતમાંથી 456 ઉમેદવારે પ્રિલિમ પરીક્ષા આપી હતી અને જેમાંથી 138 ઉમેદવારોએ મેઈન પરીક્ષા આપી હતી ત્યારબાદ ઈન્ટરવ્યુ માટે 41 ઉમેદવારો સીલેક્ટ થયા હતા. જેમાંથી 13 ઉમેદવારો સિવિલ સર્વિસીઝ માટે સીલેકટ થયા છે અને જેમાં બે મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે .સુરતનો કાર્તિક જિવાણી 84મા રેન્ક સાથે ગુજરાતમાં પ્રથમ રહ્યો છે.જો કે ગત વર્ષની સરખામણીએ ફાઈનલમાં ગુજરાતમાંથી સીલેક્ટ થનાર ઉમેદવારો ઘટયા છે.

સ્પીપાથી કોચિંગ લેનારા ગુજરાતના 13 ઉમેદવારો ફાઈનલ પસંદગીમાં સીલેકટ થયા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે સિવિલિ સર્વિસીઝ માટેની ભરતી પ્રક્રિયા કરવામા આવે છે.જેમાં પ્રથમ તબક્કામાં પ્રિલિમ લેખિત પરીક્ષા લેવાય છે અને ત્યારબાદ મેઈન લેખિત પરીક્ષા લેવાય છે. યુપીએસસી સિવિલ સર્વિસીઝ 2019ની ભરતી અંતર્ગત પ્રિલિમ પરીક્ષામાં સ્પીપાના જુની અને નવી બેચના મળીને 128 ઉમેદવારો પાસ થયા હતા જ્યારે પોતાની રીતે 55 ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી હતી. આ ઉમેદવારોએ ગત વર્ષે ઓક્ટોબરમાં લેવાયેલી મેઈન પરીક્ષા આપી હતી. અને જેનું જાન્યુઆરીમાં પરિણામ આવ્યુ હતુ.જેમાં સ્પીપાના 41 ઉમેદવારો પાસ થયા હતા અને ઈન્ટરવ્યુ માટે સિલેક્ટ થયા હતા. ફેબુ્રઆરી-માર્ચમાં ઈન્ટરવ્યુ પ્રક્રિયા થઈ હતી.ઈન્ટરવ્યુ બાદ ફાઈનલ પરિણામ જાહેર થતુ હોય છે અને જે આજે યુપીએસસી દ્વારા જાહેર કરવામા આવ્યુ છે.જેમાં ગુજરાતમાંથી સ્પીપા કોચિંગ મેળવનારા 13 ઉમેદવારો સીલેક્ટ થયા છે.આ વર્ષે યુપીએસસીની સિવિલ સર્વિસીઝની 829 જગ્યાઓ હતી.

સીલેકટ થનારા ઉમેદવારો

નામરેન્ક
જિવાણી કાર્તિક84
અગ્રવાલ જિતેન્દ્ર128
જૈન આકાર્શિ140
ગુપ્તા ઉમેશ162
ડોબરિયા ચિંતન376
સિંગ પ્રભાત377
બારોટ હિરેન538
પરમાર પિન્કેશ575
જાખર રામચંદ્ર605
રૂપેલ્લા સંદિપ701
પ્રદન્યા ખંધારે719
અગજા પ્રણવ755
ગલચર પ્રિયાંક799

મહત્વું છે કે ગત વર્ષે 759 જગ્યા હતી અને જેની સામે ફાઈનલ સીલેકશનમાં ગુજરાતમાંથી 19 ઉમેદવારો સીલેક્ટ થયા હતા ત્યારે આ વર્ષે જગ્યાઓ વધારે હતી પ્રિલિમ,મેઈન બાદ ઈન્ટરવ્યુમાં સીલેક્ટ થનારા ઉમેદવારો ઘટયા છે.સમગ્ર દેશની વાત કરીએ તો 3 લાખ ઉમેદવારોએ પ્રિલિમ આપી હતી અને જેમાંથી 11845 મેઈન માટે પાસ થયા હતા. જેમાંથી ઈન્ટરવ્યુ માટે 2304 ઉમેદવારોની પસંદગી કરવામા આવી હતી .

ઈન્ટરવ્યુ બાદ સમગ્ર દેશમાંથી 829 ઉમેદવારોની ફાઈનલ પસંદગી સિવિલ સર્વિસીઝ માટે થઈ છે.સીલેકટ થનારા ઉમેદવારોને 15 દિવસ પછી તેઓના ડિટેઈલ્ડ માર્કસ મળી શકશે અને અંદાજિત એક માસ પછી કેડર એલોકેશન થશે અને ત્યારબાદ તેઓની તાલીમ શરૂ થશે અને તે પછી સ્ટેટ એલોકેશન કરાશે.

ઈજનેરી-મેડિકલ ભણ્યા બાદ UPSC તૈયારી કરતા ઉમેદવારો

દર વર્ષે હજારો ઉમેદવારો યુપીએસસીની તૈયારી કરવા માટે તાલીમ મેળવતા હોય છે અને અનેક વર્ષો સુધી મહેનત કર્યા બાદ પાસ થતા હોય છે એટલુ જ નહી ઈજનેરી,મેડિકલ અને લૉ સહિતના પ્રોફેશન છોડીને પણ યુપીએસસી તૈયારી કરી આઈએએસ-આઈપીએસ બનતા હોય છે.આ વર્ષે સીલેકટ થનારા ઉમેદવારોમાં 12 ઉમેદવારો અંગ્રેજી માધ્યમ સાથે પાસ થયા છે જ્યારે એક ગુજરાતી-હિન્દી માધ્યમ પાસે સીલેકટ થયા છે.13 ઉમેદવારોમં સૌથી વધુ બીઈ-બીટેક અભ્યાસ કરનારા છ ઉમેદવારો છે અને બે ઉમેદવારો મેડિકલ-પેરામેડિકલના છે. બાકીના બીકોમ,એલલબી ,બીએસસી અને બીએના છે. એક ઉમેદવારે સિંધી લીટરેચર સબ્જેકટ સાથે યુપીએસસી પરીક્ષા પાસ કરી છે તો કેટલાકેગુજરાતી લીટરેચર અને હિસ્ટ્રી,સોશિયલોજી સહિતના સબ્જેક્ટ રાખ્યા હતા.

સ્પીપાના પાંચ વર્ષની પરીક્ષાના આંકડા

વર્ષવેકેન્સીપ્રિલિમ પાસમેઈન પાસસીલેકશન
2015-1611291505013
2016-1710791443219
2017-189801334322
2018-197591314219
2019-208291284113

28 વર્ષમાં ગુજરાત-સ્પીપાથી 223 ઉમેદવારોનું સીલેકશન

ગુજરાત સરકારની તાલીમ સંસ્થા એવી સ્પીપા-સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થામાંથી દર વર્ષે યુપીએસસીની તૈયારી માટે ગુજરાતભરમાંથી ઉમેદવારો પ્રવેશ લેતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા 1992થી કેન્દ્રિય જાહેર સેવા આયોગ-યુપીએસસી દ્વારા લેવાતી વહવિટી સેવા અને તેની સંલગ્ન પરીક્ષા માટેના તાલીમ વર્ગો શરૂ કરાયા છે.સ્પીપા દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ 1992થી અત્યાર સુધી એટલે કે 28 વર્ષમાં 223 ઉમેદવારો ગુજરાત-સ્પીપામાંથી સિવિલ સર્વિસીઝ માટે સિલેકટ થયા છે.આ વર્ષે તાલીમ માટે સ્પીપાની વર્ષ 2020ની પ્રવેશ પરીક્ષામાં 17919 ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હતી.

READ ALSO

Related posts

કોરોના/ સરકારી આંકડાઓને સાચા માનીને બિન્ધાસ્ત ફરતાં હોવ તો વાંચી લેજો, આ એક જ શહેરમાં 1322ના થયા છે મોત

Bansari

ડ્રગ્સ કેસઃ NCBની ટીમ આજે આ બંને અભિનેત્રીઓની કરશે પૂછપરછ, નવા ખુલાસા ઉપર સૌની નજર

Mansi Patel

અંબાજી : ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, પાવર હવે સરકારના હાથમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!