GSTV

UPSC સિવિલ સર્વિસિઝ 2020નું રિઝલ્ટ ઘોષિત: બિહારનો શુભમ કુમાર બન્યો ટૉપર, અહીં જુઓ ટૉપર્સની આખી લિસ્ટ

UPSC

Last Updated on September 25, 2021 by Bansari

યુપીએસસીએ સિવિલ સર્વિસ 2020નું પરીણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં શુભમ કુમારે ટોપ કર્યું છે. યુપીએસસી મુજબ, સિવિલ સર્વિસ પરીક્ષામાં જાગૃતિ અવસ્થી અને અંકિતા જૈને ક્રમશ બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો છે. સિવિલ સર્વિસ પરીક્ષા 2020માં 761 ઉમેદવારો પાસ થયા છે જેમાં 545 પુરુષ અને 216 મહિલાઓ સામેલ છે. ટોપર શુભમ કુમાર આઈઆઈટી બોમ્બેથી બી-ટૅક કરી ચૂક્યા છે અને બિહારના કટિહારના રહેવાસી છે.

પરીક્ષા

ટીના ડાબીની બહેનનો 15મો રેન્ક

જણાવી દઈએ કે આઈએએસ અધિકારી અને 2015 બેંચની ટોપર ટીના ડાબીની બહેન રિયા ડાબી પણ યુપીએસસી પરીક્ષામાં પાસ થઈ છે. રિયા ડાબીએ 15મો રેંક મેળવ્યો છે. જાગૃતિ અવસ્થી ભોપાલથી બી-ટેક ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ કરી ચૂકી છે. સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન દર વર્ષે યૂપીએસસી ત્રણ તબક્કામાં કરે છે જેમાં પ્રિલિમ્સ, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ સામેલ છે. આ પરીક્ષાના માધ્યમથી ભારતીય વહીવટી સેવા આઈએએસ, ભારતીય વિદેશ સેવા આઈએફએસ અને ભારતીય પોલીસ સેવા આઈપીએસ સહિત અન્ય સેવાઓ માટે ઉમેદવારોની પસંદગી કરે છે.

ત્રીજી વારમાં ટોપ કર્યું

upsc

શુભમે જણાવ્યું હતું કે, મને ખૂબ સારું લાગી રહ્યું છે. હું કટિહાર પટનાનો રહેવાસી છું. “શુભમ 24 વર્ષનો છે. તેણે ત્રીજી વખતમાં ટોપ કર્યું છે. અગાઉ તેણે 2018 અને 2019 માં પણ પરીક્ષા આપી હતી. 2019 માં તેનો રેન્ક 290 હતો. શુભમ હાલમાં ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ સર્વિસમાં તાલીમ લઈ રહ્યો છે. શુભમના પિતા ગ્રામીણ બેંકમાં મેનેજર છે. શુભમના પરિવારમાં માતા, પિતા, બહેન, કાકા અને કાકીનો સમાવેશ થાય છે.

સિવિલ સર્વિસ 2020 ના ટોપ 10 ટોપર્સ

1- શુભમ કુમાર
2- જાગૃતિ અવસ્થી
3- અંકિતા જૈન
4- યશ જાલુકા
5- મમતા યાદવ
6- મીરા કે
7- પ્રવીણ કુમાર
8- જીવાની કાર્તિક નાગજીભાઈ
9- અપલા મિશ્રા
10- સત્યમ ગાંધી

Read Also

Related posts

ચિંતાની વાત / કોરોનાનો ભોગ બની રહ્યા છે નાના ભૂલકાઓ, ત્રીજી લહેરની પૂર્વઆગાહીઓ થઇ રહી છે સાચી

GSTV Web Desk

ક્રિકેટ રસીયાઓ માટે મોટા સમાચાર/ ભારતમાં જ રમાશે IPL 2022, મુંબઈમાં રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોને નહીં મળે એન્ટ્રી

Pravin Makwana

Covid Test / કોરોનાનું ટેસ્ટીંગ ઘર બેઠા જ કરવાનો વધ્યો ટ્રેન્ડ, અમદાવાદમાં સેલ્ફ ટેસ્ટ કીટના વેચાણમાં ધરખમ વધારો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!