GSTV

BIG NEWS: UPSCએ અપરણિત મહિલાઓને આપી NDA અને નેવી એકેડમીની પરીક્ષામાં આવેદનની મંજૂરી, સુપ્રીમના નિર્દેશ પછી ઉઠાવ્યું પગલું

UPSC

Last Updated on September 24, 2021 by pratik shah

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ અપરિણીત મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને નેવલ એકેડેમીની પરીક્ષાઓ માટે અરજી કરવાની મંજૂરી આપી છે. ગત મહિને સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટના વચગાળાના નિર્દેશનું પાલન કરીને, UPSC એ upsconline.nic.in પર આ પરીક્ષા માટે અરજીઓ ખોલવાનો નિર્ણય કર્યો છે.

તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શારીરીક માનકો અને મહિલા ઉમેદવારો માટે ખાલી જગ્યાઓની સંખ્યા રક્ષામંત્રાલયથી પ્રાપ્ત થયા પછી અધિકૃત રીતે યાદી જાહેર કરવામાં આવશે. UPSC દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 24 સપ્ટેમ્બરથી લઈને 8 ઓક્ટોમ્બર સાંજ સુધી (6 વાગ્યા સુધી) મહિલા ઉમેદવારો માટે આવેદન વિન્ડો ખુલી રહેશે.

ફીની ચૂકવણી નહીં કરવી પડે

ભરતી

કોઈપણ આવેદન નિયત અંતિમ તિથિ એટલે કે 8 ઓક્ટોમ્બર 2021 (સાંજે 6 વાગ્યા સુધી) ત્યાર પછી સ્વીકારવામાં નહી આવે. મહિલા ઉમેદવારોને આ પરીક્ષા માટે આવેદન કરવા માટે કોઈ ફી આપવાની નથી.

14 નવેમ્બરના રોજ યોજાશે પરીક્ષા

આમામલે એક અધિકારીઓ જણાવ્યું કે પરીક્ષા 14 નવેમ્બરના રોજ યોજાશે. રાષ્ટ્રીય રક્ષા એકેડમી અને નેવી એકેડમી પરીક્ષા, 2021માં મહિલા આવેદનકર્તાઓનું પ્રવેશ અનંતિમ રહેશે. અદાલતમાં લાંબ સમયની એક રીટ અરજીનું અંતિમ પરિણામ અથવા તો તેના અંતર્ગત અન્ય આદેશના આધીન રહેશે.

court

સમાનતાની દીશામાં એક મોટું પગલું ઉઠાવતા સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટના રોજ લાયકાત ધરાવનાર મહિલાઓને રાષ્ટ્રીય રક્ષા એકેડમીમાં પ્રવેશ આપવા માટે પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ અને હ્રષિકેશ રોયની ખંડપીઠે કુશ કાલરા નામના એક વ્યક્તિ દ્વારા દાખલ અરજી પર અંતરિમ આદેશ જાહેર કર્યો, જેના સંબંધિત અધિકારીઓએ રાષ્ટ્રીય રક્ષા અકાદમી અને નેવી એકેડમી પરીક્ષામાં યોગ્ય મહિલા ઉમેદવારોને હાજર રહેવાની મંજૂરી આપતા નિર્દેશ આપવાની માંગ કરી હતી.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!