GSTV
Home » News » લોકસભામાં હોબાળો : કોંગ્રેસે મોદી અને શાહને ગણાવ્યા ઘૂસણખોર, તો ભાજપે સોનિયાને લીધા આડેહાથ

લોકસભામાં હોબાળો : કોંગ્રેસે મોદી અને શાહને ગણાવ્યા ઘૂસણખોર, તો ભાજપે સોનિયાને લીધા આડેહાથ

પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ઘુસણખોર કહેવાના નિવેદનના પ્રત્યાઘાત શમે તે પહેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પણ વિવાદિત નિવેદન આપ્યું. લોકસભામાં કોર્પોરેટ ટેક્સ પરની ચર્ચા દરમ્યાન અધીર રંજન ચૌધરીએ નિર્મલા સીતારમણને નિર્બલા સીતારમણ કહ્યા.

અધીર રંજન ચૌધરી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થવાને કારણે શું નુકસાન થશે તે જણાવી રહ્યા હતા. આ દરમ્યાન તેમણે કહ્યું કે અમે તમારું બહું સન્માન કરીએ છીએ. પરંતુ ક્યારેક-ક્યારેક મને તમને નિર્મલા સીતારમણને બદલે નિર્મલા સીતારમણ કહેવાનું મન થાય છે. કેમકે તમે પ્રધાનપદ પર તો છો. પરંતુ જે તમારા મનમાં છે તે તમે કહી શકતા નથી.

પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ઘુસણખોર ગણાવવા મુદ્દે ભાજપે આક્રમક વલણ અખત્યાર કરી કોંગ્રેસ પર પલટવાર કર્યો છે. ભાજપે લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી સમક્ષ તેમનું નિવેદન પરત લેવા અને બિનશરતી માફી માંગવાની માંગણી કરી છે.

કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ આ મામલે અધિર રંજન ચૌધરી પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી કુળનો મુદ્દો ઉઠાવી તેમને ઘુસણખોર ગણાવ્યા. પ્રહલાદ જોશીએ કહ્યું કે કોંગ્રેસના નેતા ક્યા મોઢે મોદી અને શાહને ઘુસણખોર ગણાવી રહ્યા છે. કે જ્યારે ખુદ કોંગ્રેસનું નેતૃત્વ ઘુસણખોરો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

LICના ગ્રાહકો માટે આવી ખુશખબર, હવે ઓનલાઈન પેમેન્ટ પર પણ નહીં લાગે કોઈ ચાર્જ

Karan

રેપ તો થયો નથી ને જ્યારે થાય ત્યારે જોઈ લઇશું, 3 મહિનાથી યુવતી ખાઈ રહી છે ધક્કા

Mayur

ઉન્નાવ ગેંગરેપ પીડિતાનાં મોત પર રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ- આક્રોશિત અને સ્તબ્ધ છું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!