GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

અયોધ્યા રામ જ્ન્મભૂમિના વિવાદ મામલે આજે સુપ્રીમમાં લેવાયો મહત્વનો નિર્ણય

અયોધ્યામાં રામ જ્ન્મભૂમિ સાથે જોડાયેલા એક મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો અાપવાનો શરૂ કર્યો છે. જસ્ટિશ ભૂષણ અે દિપક મિશ્રાઅે ચૂકાદો અાપતાં જણાવ્યું છે કે, અા કેસ મોટી બેન્ચ સમક્ષ લઇ જવાની જરૂર નથી. છેલ્લો ફેંસલો અે ફક્ત જમીન અધિગ્રહણના સંદર્ભે લેવાયો હતો. જેને પગલે હવે નવી બેન્ચ સમક્ષ 29મી અોક્ટોબરથી વધુ સનાવણી હાથ ધરશે. 3 જજોની બેન્ચમાં જસ્ટીશ નજીર દિપક મિશ્રા અને જસ્ટીશ અશોક ભૂષણના ફેંસલા સાથે સહમત ન હતા. તેઅોઅે 1994ના ફેંસલા પર પુન વિચારની જરૂર હોવાનો ભાર મૂક્યો હતો. અાખરે 2-1ની સહમતિથી 29મીથી વધુ સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમના નિર્ણયને પગલે મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. 29મીથી અયોધ્યા જમીન વિવાદ અને બાબરી મસ્જિદ પર નિયમિત સુનાવણી  શરૂ થશે. અા કેસને સુપ્રીમ ધાર્મિક ભાવનાઅોને અાધારે નહીં પણ અેક જમીનના વિવાદના મામલે નિર્ણય લેશે.

1994માં સુપ્રીમ કોર્ટની પીઠે ચુકાદો આપ્યો હતો કે મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામનો ઈંટ્રીગલ પાર્ટ નથી. આ સાથે જ રામજન્મભૂમિને યથાસ્થિતિ રાખવો પણ નિર્દેશ આપ્યો હતો.જેથી હિન્દુ ધર્મના લોકો ત્યાં પહોંચીને પૂજા કરી શકે. હવે કોર્ટે તે બાબતે વિચાર કરશે કે શું 1994ના ચૂકાદાની સમીક્ષાની જરૂરીયાત છે કે નહી. કોર્ટે 20 જુલાઈએ ચુકાદો સુરક્ષિત કર્યો હતો. વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા એક તૃતિયાંશ ભાગ મુસ્લિમ અને એક તૃતિયાંસ ભાગ રામલલ્લાને આપ્યો હતો. અા કેસમાં હવે વધુ સુનાવણી હાથ ધરાશે.

આ મામલો લાર્જર બેંચ સમક્ષ નહીં જાય

  1. સૌથી પહેલાં જસ્ટિસ અશોક ભૂષણ પોતાનો ચુકાદો સંભળાવી રહ્યાં છે. જસ્ટિસ અશોક ભૂષણે પોતાના ચુકાદામાં કહ્યું કે, દરેક ચુકાદો અલગ સ્થિતિમાં થાય છે. ગત ચુકાદાના સંદર્ભને સમજવો જરૂરી છે.
  2.  જસ્ટિસ ભૂષણે કહ્યું કે ગત ચુકાદામાં મસ્જિદમાં નમાઝ અદા કરવાનું ઈસ્લામનો અંતરિમ ભાગ નથી તેવું કહેવાયું હતું, પરંતુ તેની સાથે અલગ એક વાત પણ જોડાયેલી છે.
  3.  જસ્ટિસ ભૂષણે પોતાનો અને ચીફ જસ્ટિસ દીપક મિશ્રા તરફથી કહ્યું કે આ મામલાને લાર્જર બેંચને મોકલવાની જરૂર નથી. જે 1994નો ચુકાદો હતો આપણે તેને સમજવાની જરૂર છે, જે ગત ચુકાદો હતો તે માત્ર જમીન અધિગ્રહણ મુજબ જ અપાયો હતો.

જસ્ટિસ નઝીર બંને જજ સાથે અસહમત

  1.  બંને જજના ચુકાદાને જસ્ટિસ નઝીરે અસહમતી વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું કે તેઓ સાથી જજની વાતથી સહમત નથી. એટલે કે આ મુદ્દે ચુકાદો 2-1 મુજબ આવ્યો છે.
  2.  જસ્ટિસ નઝીરે કહ્યું કે જે 2010માં અલ્હાબાદ કોર્ટનો ચુકાદો આવ્યો હતો, તે 1994ના ચુકાદાના પ્રભાવમાં જ આવ્યો હતો. તેનો અર્થ એ છે કે આ મામલાને લાર્જર બેંચ સમક્ષ જ મોકલવો જોઈએ.
  3.  સુપ્રીમ કોર્ટના નિર્ણયની સીધી અસર અયોધ્યા જમીન વિવાદ કેસ ઉપર પડી શકે છે. હકીકતમાં 1994માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નમાઝ ક્યાંય પણ કરી શકાય છે, તેના માટે મસ્જિદ જરૂરી નથી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે, સરકાર ઈચ્છે તો જે હિસ્સા પર મસ્જિદ છે તેને પોતાના કબજામાં લઈ શકે છે.

સુપ્રીમના મહત્વનાં નિર્ણયો

  • કેસ મોટી બેંચ સમક્ષ લઈ જવાની જરૂર નથી, 7 બેંચોની જજ સમક્ષ નહીં જાય અા કેસ
  • દરેક નિર્ણય જુદી સ્થિતિમાં લેવાતો હોય છે.
  • જસ્ટીશ નજીરે કહ્યું હું મારા સાથી જજોના મત સાથે સહમત નથી
  • મસ્જિદમાં નમાજનો ફેસલો ઊંચી પીઠમાં નહીં જાય
  • 3 જજોની બેન્ચમાં 2-1ના બહુમતથી લેવાયો નિર્ણય
  • સુપ્રીમ કોર્ટમાં 29 અોક્ટોબરથી અા કેસની સુનાવણી શરૂ થશે.
  • 1994ના ફેંસલા પર પુન વિચારની જરૂર નથી.
  • જસ્ટીશ નજીરે કહ્યું ફરી વિચારની છે જરૂરત
  • અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષને લાગ્યો તગડો ઝટકો

સુપ્રીમ કોર્ટના નિર્ણયની સીધી અસર અયોધ્યા જમીન વિવાદ કેસ ઉપર પડી શકે છે. હકીકતમાં 1994માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નમાઝ ક્યાંય પણ કરી શકાય છે, તેના માટે મસ્જિદ જરૂરી નથી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે, સરકાર ઈચ્છે તો જે હિસ્સા પર મસ્જિદ છે તેને પોતાના કબજામાં લઈ શકે છે.

ઇકબાલ અંસારીનું નિવેદન

27 તારીખે જે પણ ચૂકાદો અાપશે તે મંજૂર છે. જોકે, મસ્જિદમાં મૂર્તિ રાખવામાં અાવી અને મસ્જિદ તોજી દેવામાં અાવી છે. ચૂકાદો કોર્ટે પુરાવાના અાધારે કરવાનો છે. મસ્જિદ ઇસ્લામનું અેક અંગ છે. મસ્જિદ તોડી પાડવામાં અાવી તો પણ નમાજ જમીન પર બેસીને કરવામાં અાવશે તે જગ્યા મસ્જિદ કહેવાશે. મસ્જિદની જમીનને ન કોઈને અાપી શકાય ન કોઈને વેચી શકાય. તે હંમેશાં મસ્જિદની કહેવાશે.

Related posts

જો આ જ સ્થિતી રહી તો, જૂલાઈના અંત સુધીમાં ભારત કોરોના બાબતે વિશ્વમાં હશે નંબર 1

Dilip Patel

મજૂરો વતન જતાં રહ્યા હોવાથી આ ક્ષેત્રને પડશે મોટો ફટકો, મોટા ભાગના યુપી અને બિહારના શ્રમિકો

Pravin Makwana

કડી દારૂ કાંડનો મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ, સોમવારે થશે અરજીની સુનાવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!