2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપનાર SITના રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે SITના તપાસ રિપોર્ટને સાચો માન્યો છે. ઝાકિયા જાફરી પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની છે.તે રિપોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીન ચિટ આપવામાં આવી હતી.

જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. ઝાકિયા જાફરીની અરજી પર મેરેથોન સુનાવણી પૂર્ણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સાત મહિના પહેલા 9 ડિસેમ્બર 2021ના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો.
એહસાન જાફરીનું મોત 2002ના રમખાણોમાં થયું હતું

2002માં ગુજરાત રમખાણો દરમ્યાન જાકીયા જાફરીના પતિ ત્યારે કોંગ્રેસના તે સમયના MLA હતા, તે સમયે તોફાની તત્વોની ભીડે તેમની હત્યા કરી નાખી હતી. ગુજરાત રમખાણ દરમ્યાન ગુલબર્ગ સોસાયટી હત્યા કાંડમાં એહસાન જાફરીનું પણ મોત થયું હતું. એહસાન જાફરીની વિધવા જાકીયા જાફરીએ SITની રિપોર્ટને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પડકારી હતી.
SITના રિપોર્ટમાં રાજ્યમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોને ક્લીનચીટ આપવામાં આવી હતી. એસઆઈટીએ ગોધરા ટ્રેન આગની ઘટના અને તે પછીના રમખાણોને ઉશ્કેરવા માટે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાવતરું હોવાનો ઇનકાર કર્યો હતો. 2017માં ગુજરાત હાઈકોર્ટે SITના ક્લોઝર રિપોર્ટ સામે ઝાકિયાની ફરિયાદને ફગાવી દીધી હતી.
READ ALSO
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે