GSTV
India News

ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ નિગમ દ્વારા મેટ્રો પ્રોજક્ટ્સ માંથી ચીની કંપનીઓની હકાલપટ્ટી

ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ નિગમ (UPMRC) એ ટેકનિકલ ખામીઓને કારણે કાનપુર-આગ્રા મેટ્રો માટે ચીની કંપનીના ટેન્ડરને નકારી કાઢ્યું. કોર્પોરેશન દ્વારા કાનપુર અને આગ્રા મેટ્રો પ્રોજેક્ટ્સ માટે મેટ્રો ટ્રેનો (રોલિંગ સ્ટોક) ની સપ્લાય, ટેસ્ટીંગ અને કમિશનિંગની સાથે-સાથે ટ્રેન કેન્ટ્રોલ અને સિગ્નલિંગ સિસ્ટમનો કોન્ટ્રાક્ટ બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો છે.

ચીનની કંપની CRRCએ પણ ટેન્ડર ભર્યુ હતું

આ માટે, ચીની કંપની સીઆરઆરસી (CRRC) નૈનજિંગ પુજહેન લિમિટેડે પણ ટેન્ડર ભર્યું હતું, પરંતુ ટેકનીકલ ખામીને કારણે ચીનની કંપનીને ગેરલાયક ઠેરવવામાં આવી.

બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એ એક ભારતીય કન્સોર્ટિયમ (કંપનીઓનું જૂથ) છે. કાનપુર અને આગ્રા બંને મેટ્રો પ્રોજેક્ટ માટે કુલ 67 ટ્રેનો પૂરી પાડવામાં આવશે, જેમાંના દરેકમાં 3 કોચ હશે, જેમાંથી 39 ટ્રેનો કાનપુર માટે અને 28 ટ્રેનો આગ્રા માટે હશે.

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

મુંબઈ / દશેરાએ શિવસેનાનાં બન્ને જૂથ કરશે શક્તિપ્રદર્શન, હાઈકોર્ટે આ મામલે કરી ટીકા

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda
GSTV