GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ચીનને વધુ એક ઝટકો, યોગી સરકારે આ પ્રોજેક્ટનું ટેન્ડર કરી દીધું રદ

ગત સમયમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ભારતે આર્થિક મોરચે ચીનને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. આ કારણે જ ભારત સરકારે કેટલાય અહમ નિર્ણયો પણ લીધા છે. હવે ભારત તરફથી ચીનને એક વધુ ઝટકો આપ્યો છે. હકિકતે ટેકનિકલ ખામીને કારણે ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશને કાનપુર આગ્રા મેટ્રો માટે ચીની કંપનીના ટેન્ડર આવેદનને રિજેક્ટ કરી દીધું છે. હકિકતમાં યુપીએમઆરસીએ કાનપુર આગ્રા મેટ્રો પરિયોજનાઓ માટે મેટ્રો ટ્રેન (રોલિંગ સ્ટોક્સ) ની જરૂરિયાતો, પરિક્ષણ અને ચાલુ કરવા સાથે સાથે ટ્રેનને કંન્ટ્રોલ અને સિગ્નલિંગ સિસ્ટમનું ટેન્ડર બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ ઈન્ડિયા લિમિટેડને આપ્યું હતું. આના માટે ચીનની કંપની સીઆરઆરસી નૈનજિંગ પુજહેન લિમિટેડે પણ ટેન્ડર ભર્યું હતું. પરંતુ ટેકનિકલ ખામીઓ જોવા મળવાને કારણે ચીની કંપનીઓને અમાન્ય જાહેર કરી દેવામાં આવી છે.

બંને પરિયોજના માટે 67 ટ્રેનોની થશે સપ્લાઈ

બતાવી દઈએ કે બોમ્બાર્ડિયર ટ્રાંસપોર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એક ભારતીય કોન્સોર્સિયમ ( કંપનીઓનો સમૂહ ) છે. કાનપુર અને આગ્રા બંને મેટ્રો પરિયોજનાઓ માટે કુલ 67 ટ્રેનોની સપ્લાઈ થશે. જેમાં પ્રત્યેક ટ્રેનમાં 3 કોચ હશે. જેમાં 39 ટ્રેનો કાન્પુર અને 28 ટ્રેનો આગરા માટે હશે. એક ટ્રેનની પેસેન્જર ક્ષમતા લગભગ 980 હશે અર્થાત એક કોચમાં લગભગ 315 થી 350 મુસાફરો મુસાફરી કરી શકશે.

READ ALSO

Related posts

BIG NEWS: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, આઠ દર્દીના નિપજ્યા કરૂણ મોત

pratik shah

કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશને વિસર્જન કુંડ બનાવવાનું માંડી વાળ્યું, AMCના કરોડો રૂપિયા બચી જશે

Pravin Makwana

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ 7 દિવસ માટે બંધ રહેશે એસ.ટી. સેવા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!