ઉપલેટા તાલુકાના લાઠ ગામે પટેલ પરિવારમાં જમીન નામે કરી આપવા બાબતે પિતાએ પુત્રને કુહાડીના ઘા મારી હ ત્યા કર્યાની ઘટનાપ્રકાશમાં આવતા નાના એવા લાઠ ગામે અરેરાટી પ્રસરી જવા પામી છે. વિગત મુજબ લાઠ ગામે રહેતો સંજય મગન મારવાણીયા (ઉ.વ.૪૫) નામનો પટેલ યુવાન આજે સવારે ગામની સીમમાં આવેલી વાડીએ કામ કરતો હતો.
પિતાએ કુહાડીના ઘા મારી કરી પુત્રની હત્યા
ત્યારે તેના પિતા મગનભાઈ જાદવ ભાઈ મારવાણીયાએ કુહાડીના ઘા મારી પુત્રની હત્યા કરી હોવાનું પોલીશ ચોપડે નોંધાયું હતું. પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળેલું કે, લાઠ ગામે રહેતા મગનભાઈ મારવાણીયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેના મોટો પુત્ર બનાવનો ભોગ બનનાર સંજયના લ્ગન જુનાગઢની યુવતી સાથે થયેલ અને સંતાનમાં એક પુત્ર છે. દશ વર્ષ પહેલા તેના છુટાછેડા થયેલ ત્યારતી તેના પુત્રની જવાબદારીદાદા મગનભાઈ સંભાળતા હતા અને સંજય છેલ્લા ઘણા વર્ષોથી મહારાષ્ટ્રમાં રહેતો હતો.
જમીન નામે કરી આપવા ચાલી રહી હતી માથાકુટ
પંદર દિવસ પહેલા જસંજય લાઠ ગામે પોતાના વતનમાં રહેવા આવેલ અને પોતાના હિસ્સાની ૨૦ વિઘા જમીન પોતાના નામે કરી આપવા માથાકુટ ચાલતી હતી. તે દરમ્યાન ગઈકાલે પિતા પુત્ર બન્ને વચ્ચે જમીન બાબતે માથાકુટ થઈ હતી. જેથી પુત્રના માનસીક ત્રાસતી કંટાળી જઈ મગનભાઈએ આજે સવારે વાડીએ સુતેલા સંજયને કાહાડીના ગા માથામાં માર હત્યા કરી હતી. બનાવની અંગેની જાણ થતાં પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહીતનાં સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી.
Read Also
- ભારતમાં દૂધના ભાવ કેમ વધી રહ્યા છે?
- હાર્દિકની ઘાતક બોલિંગ / અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની 168 રનથી શાનદાર જીત, ટી-20 શ્રેણી પર જમાવ્યો કબ્જો
- પાકિસ્તાન કંગાળ થશે તો કેવી થશે હાલત? જાણો, ડિફોલ્ટર થયા પછી શું થશે!
- અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો