GSTV

શું છે UPI ? જાણો એક દિવસમાં કેટલા રૂપિયા કરી શકો છો ટ્રાન્સફર ? અહીં છે સમગ્ર જાણકારી

Last Updated on February 4, 2021 by Pravin Makwana

નીતિ આયોગના CEO અમિતાભ કાંતે ટ્વિટ કરતા જણાવ્યું છે કે, ‘જાન્યુઆરી 2021માં UPI ના આધારે 230 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે. જેનાથી અંદાજે 4.3 લાખ કરોડ રૂપિયાની લેણદેણ કરવામાં આવી. વર્ષે દર વર્ષે આધાર પર UPI ટ્રાન્ઝેક્શનમાં 76.5 ટકાની વૃદ્ધિ થઇ જ્યારે વેલ્યુના હિસાબથી આ આંકડાઓ બે ગણા થયા છે. ભારતમાં વાસ્તવમાં UPI ને દર મહીને એક અરબ ટ્રાન્ઝેક્શન પાર કરવામાં 3 વર્ષ લાગ્યા. આગલું 1 અરબ ટ્રાન્ઝેક્શન 1 વર્ષથી વધારે ગાળામાં જ પૂર્ણ થઇ જશે. જો આપ પણ UPI નો ઉપયોગ નથી કરી રહ્યાં તો આજે અમે તમને UPI એકાઉન્ટ કેવી રીતે ખોલવામા આવે છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સંપૂર્ણ જાણકારી આપવા જઇ રહ્યાં છીએ…

શું હોય છે UPI ?

UPI ની મદદથી આપ ક્યાંય પણ કોઇ પણ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. UPI એપ ખૂબ જ મહત્વની હોય છે. કારણ કે માત્ર પેમેન્ટનું જ કામ નથી કરતી પરંતુ અન્ય અનેક કામો પણ કરે છે. હાલમાં તમે BHIM, Phone Pe, Google Pay, Mobikwik, Paytm જેવી અનેક એપ દ્વારા તમે UPI નો ઉપયોગ કરી શકો છો.

મોબાઇલ દ્વારા કોઇ બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે. આ એક એવો વિચાર છે કે જે અનેક બેંક એકાઉન્ટને એક મોબાઇલ એપ્લિકેશનના આધારે રકમ ટ્રાન્સફર કરવાની પરવાનગી આપે છે. આને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડીયા (NPCI) એ વિકસિત કરી છે. આનું નિયંત્રણ રિઝર્વ બેંક અને ઇન્ડિયન બેંક એસોસિએશનના હાથમાં છે.

કેવી રીતે બનાવી શકશો તમે તમારું UPI એકાઉન્ટ?

UPI એકાઉન્ટ બનાવવા માટે તમે કોઇ પણ એપ ડાઉનલોડ કરી શકે છે. ત્યાર બાદ તમારો મોબાઇલ નંબર નાખીને તેની પર રજિસ્ટર કરવાનું હોય છે. બાદમાં તમારે તમારું એકાઉન્ટ તેમાં એડ કરવાનું હોય છે. એકાઉન્ટ એડ કર્યા બાદ અહીં તમારે તમારી બેંકનું નામ સર્ચ કરવાનું રહેશે. બેંકનું નામ ક્લિક કર્યા બાદ તમારે તમારું એકાઉન્ટ એડ કરવાનું રહેશે.

જો તમારો મોબાઇલ નંબર તમારા એકાઉન્ટ સાથે લિંક થયેલો હશે તો તે સામે આવી જશે. એકાઉન્ટને સિલેક્ટ કરો. ત્યાર બાદ પેમેન્ટ કરવા માટે તમારે તમારા ATM કાર્ડની વિગત નાખવાની રહેશે. તેને ભર્યા બાદ જ તમારું UPI એકાઉન્ટ બની જશે.

UPI ની સેવા માટે તમારે એક વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ તૈયાર કરવાનું હોય છે. ત્યાર બાદ આને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાનું રહે છે. વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ તમારું નાણાંકીય એડ્રેસ બની જાય છે.

ત્યાર બાદ હવે તમારો બેંક એકાઉન્ટ નંબર, બેંકનું નામ અથવા IFSC કોડ વગેરે યાદ રાખવાની જરૂર નહીં રહે. પેમેન્ટ કરનાર માત્ર તમારા મોબાઇલ નંબરના હિસાબથી પેમેન્ટ રિક્વેસ્ટ પ્રોસેસ કરે છે અને તે પેમેન્ટ તમારા બેંક એકાઉન્ટમાં આવી જાય છે.

UPI દ્વારા માત્ર એક જ દિવસમાં વધારેમાં વધારે પૈસા તમે ટ્રાન્સફર કરી શકશો

NPCI ની વેબસાઇટ અનુસાર, હાલમાં એક એકાઉન્ટથી દરરોજના 1 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. તેની ઉપરી સીમા અંતર્ગત અલગ-અલગ બેંકોએ પોતાની સબ-લિમિટ બનાવી રાખી છે. એ માટે તમારે તમારી બેંકનો સંપર્ક કરવાનો રહેશે.

READ ALSO :

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!