GSTV
Gujarat Government Advertisement

UPI ટ્રાન્ઝેક્શને દેશમાં નવો રેકોર્ડ બનાવ્યો, કોરોનાએ રોકડા રૂપિયાની આદત છોડાવી

Last Updated on July 3, 2020 by pratik shah

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના આંકડાઓ અનુસાર જૂનમાં UPI (Unified Payment Interface) દ્વારા ટ્રાન્ઝેક્શનમાં રેકોર્ડ 1.34 અબજની લેવડ-દેવડ નોંધાઈ છે. આ દરમિયાન લગભગ 2.62 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ. અગાઉ એપ્રિલમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉમાં UPI ટ્રાન્ઝેક્શન ઘટીને 99.95 કરોડ નોંધાયું હતું અને આ દરમિયાન કુલ 1.51 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ નોંધાઈ હતી.

અર્થતંત્ર ખૂલ્યા પછી મેથી ઓનલાઇન ચુકવણીઓ ધીરે ધીરે વધી રહી છે. NPCIના ડેટા અનુસાર મે મહિનામાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 1.23 અબજ નોંધાઈ હતી, જેની કિંમત રૂ.2.18 લાખ કરોડ છે. ત્યારબાદ જૂનમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા અત્યાર સુધીમાં ઉચ્ચતમ સ્તરે પહોંચી રેકોર્ડ નોંધાયો છે. ભારતમાં રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સની કામગીરીને એક સાથે લાવવા માટે NPCIની રચના 2008માં કરવામાં આવી હતી.

ચૂકવણીની સુવિધા NPCIએ દેશમાં ટ્રાન્ઝેક્શન અને સેલટલમેન્ટ સિસ્ટમ માટેનું મજબુત માળખું બનાવ્યું છે. NPCI રૂપે કાર્ડ, ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ (IMPS), યુપીઆઈ, ભારત ઈન્ટરફેસ ફોર મની (ભીમ), ભીમ આધાર, નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETG ફાસ્ટટેગ) અને ભારત બિલપે જેવા રિટેલ પેમેન્ટ પ્રોડકટ દ્વારા ચુકવણીની સુવિધા પૂરી પાડે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અવળી ગંગા / પત્નીએ પતિને કહ્યું, મારી સાથે તમારે રહેવું હોય તો પહેલા અડધા ખોખાનો બંદોબસ્ત કરો

Bansari

અપના સપના મની મની / લૉકડાઉનના કારણે ઘરમાં પુરાયેલા લોકોએ પૈસા કમાવવા અપનાવ્યો આ રસ્તો

pratik shah

ષડયંત્ર/ ભારત વિરુદ્ધ સાઇબર જાસૂસી ઓપરેશન ચલાવી રહ્યું છે ચીન, ટેલિકોમ કંપનીઓને બનાવી નિશાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!