UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇંટરફેસ (Unified Payment Interface/UPI) એક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે. ભારતમાં રહેલી કોઇપણ UPI એપમાં તમારા બેન્ક એકાઉન્ટને લિંક કરીને UPI પેમેન્ટ કરી શકાય છે. તેનો અર્થ એ છે કે ઑનલાઇન અથવા ઑફલાઇન મર્ચેંટને UPI દ્વારા પેમેન્ટ કરવા માટે બેન્ક એકાઉન્ટમાં પૈસા હોવા જોઇએ. પરંતુ આજે અમે તમને એવી રીત જણાવવા જઇ રહ્યાં છે, જેમાં જો તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા નહી હોય તો પણ તમે UPI પેમેન્ટ કરી શકો છો અ પછીથી ચુકવણી કરી શકો છો. ચાલો તમને જણાવીએ કેવી રીતે…
ICICI PayLater

આઇસીઆઇસીઆઇ બેન્કના પે લેટર એકાઉન્ટ (ICICI PayLater) દ્વારા તમે UPI ક્યૂઆર કોડને સ્કેન કરીને મર્ચેન્ટને પેમેન્ટ કરી શકો છો. આ સર્વિસ લગભગ ક્રેડિટ કાર્ડ જેવી છએ. પે લેટર એકાઉન્ટ દ્વારા પહેલા તમે ખર્ચ કરો છો અને પછીથી તેનું પેમેન્ટ બેન્કને કરો છો.
કોને મળશે ICICI PayLaterની સુવિધા

આ સર્વિસ આઇસીઆઇસીઆઇ બેન્ક કસ્ટમરને મળે છે. તમે iMobile, પોકેટ્સ વૉલેટ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ સર્વિસને એક્ટિવેટ કરી શકો છો. આ ખાતુ એક્ટિવેટ થતા જ તમને [email protected] એક UPI આઇડી અને એક પે લેટર એકાઉન્ટ નંબર મળી જાય છે. ખાસ વાત એ છએ કે આ ક્રેડિટ સર્વિસનો ઉપયોગ UPI ઉપરાંત નેટબેન્કિંગ દ્વારા પણ કરી શકાય છે.
ICICI PayLater થી આ રીતે કરો પેમેન્ટ

પે લેટર એકાઉન્ટ દ્વારા તે મર્ચેંટને પેમેન્ટ કરી શકાય છે જે UPI અથવા ICICI ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ સ્વીકારે છે. જણાવી દઇએ કે UPI ટેક્નીક દ્વારા તમે એમેઝોન, પેટીએમ, મોબીક્વિક, ફ્યૂચર પે, ફ્લિપકાર્ટ, ફોનપે વગેરે મોટા ઓનલાઇન મર્ચેંટને પેમેન્ટ કરી શકો છો. આ ઉપરાંત UPI QR Codeને સ્કેન કરી તમારી આસપાસના નાના દુકાનદારોને પેમેન્ટ કરી શકો છો. જણાવી દઇએ કે PayLater એકાઉન્ટના માધ્યમથી તમે ક્રેડિટ કાર્ડના બિલનું પેમેન્ટ અથવા પર્સન ટુ પર્સન ફંડ ટ્રાન્સફર ન કરી શકો.
epaylater

આ જ પ્રકારની સુવિધા epaylater નામનું સ્ટાર્ટ અપ IDFC Bank સાથે મળીને શરૂ કરી ચુકી છે. જો કે epaylater દ્વારા સિલેક્ટેડ મર્ચેંટને UPI આઇડી દ્વારા અથવા UPI ક્યૂઆર કોડને સ્કેન કરીને પેમેન્ટ કરી શકાય છે. epaylater એકાઉન્ટ કોઇપણ બેન્કના કસ્ટમર એક્ટિવેટ કરી શકો છો. જો કે કોરોના કાળમાં આ કંપનીએ ક્રેડિટની સુવિધા બંધ કરી દીધી છે.
Flexpayના કસ્ટમર માટે Scan Now and Pay Later ની સુવિધા
તાજેતરમાં જ હૈદરાબાદની કંપની Vivifi India Finance એ ફ્લેક્સપે (Flexpay) લોન્ચ કર્યુ છે, જે UPI પર ક્રેડિટ (Credit on UPI)ની પરવાનગી આપે છે. ફ્લેક્સપેના કસ્ટમર પછીથી કંપનીને બાકીનુ પેમેન્ટ કરી શકે છે.
Moneytap આપી રહી છે cUPI ની સુવિધા
ફિનેટ કંપની મનીટેપ પણ પોતાના કસ્ટમરને ક્રેડિટ ઑન યુપીઆઇની સુવિધા આપી રહી છે. કસ્ટમર પોતાના ક્રેડિટ લાઇનનો ઉપયોગ ઑનલાઇન અથવા ઑફલાઇન યુપીઆઇ પેમેન્ટ માટે કરી શકે છે.
Read Also
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત