આજના સમયમાં, મોટાભાગના લોકોએ ઓનલાઈન પેમેન્ટ અપનાવવાનું શરૂ કર્યું છે, જેનું માધ્યમ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) બની ગયું છે. UPI નો ઉપયોગ એપ અથવા લિંક દ્વારા તમામ પ્રકારના પેમેન્ટ માટે કરી શકાય છે. આવનારા સમયમાં UPI ડેબિટ કાર્ડનું સ્થાન પણ લઇ શકે છે. આવી સ્થિતિમાં, પેમેન્ટ (UPI પેમેન્ટ) અથવા પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની જરૂર રહેશે નહીં અને આ કામ UPI દ્વારા પળવારમાં કરવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો UPIના ખભા પર ઘણી ભારે જવાબદારીઓ આવી છે અને કેટલીક આવવાની તૈયારીમાં છે.
વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા UPI નો વધુ પડતો ઉપયોગ બેંકિંગ ફ્રોડ પણ વધારી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં UPI ગ્રાહકો સાથે નાણાકીય છેતરપિંડી કરવામાં આવી છે. આજે અમે તમને UPI ફ્રોડથી બચવાની 5 રીતો જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ…

આ 5 રીતો તમને ફ્રોડથી બચાવશે
કસ્ટમર કેર સેન્ટર- જો તમને કોઈ કસ્ટમર કેર સેન્ટર, સરકારી સંસ્થા, બેંક અથવા પ્રતિષ્ઠિત કંપની તરફથી કોલ આવે છે અને તેઓ UPI ID માંગે છે, તો તેમને બિલકુલ ન આપો. તમારું UPI ID અને PIN કોઈની સાથે શેર કરશો નહીં. PIN ડિટેલ્સ માંગતી કોઈપણ વ્યક્તિ ફ્રોડ હોઈ શકે છે.
ડિવાઇસ ઍક્સેસ- જો કસ્ટમર કેર પ્રતિનિધિ તમને જરૂરી માહિતીના નામ પર કૉલ કરીને અથવા KYC અપડેટ કરવાનો દાવો કરીને મોબાઇલ અથવા કમ્પ્યુટર ડિવાઇસની ઍક્સેસ માટે પૂછે છે, તો સ્પષ્ટપણે તેનો ઇનકાર કરો. તમારા ડિવાઇસની ઍક્સેસ ક્યારેય કોઈને આપશો નહીં.

કેશબેક અથવા લોટરી- જો કોઈ વેબસાઈટ તમને ઘણી બધી કેશબેક આપી રહી છે અથવા તમને ઈનામ આપવાનો દાવો કરે છે, તો તમારે પૈસાના લોભમાં આવી વેબસાઈટ પરથી ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ. આ છેતરપિંડી કરવાની નવી રીત પણ હોઈ શકે છે. આ વેબસાઇટ ટ્રાન્ઝેક્શન પર તમારી UPI ID અને PIN માહિતી લઈને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.
UPI પિન બદલો: તમારે દર મહિને તમારો UPI પિન બદલવો જોઈએ. જો તમે દર મહિને તે કરી શકતા નથી, તો ઓછામાં ઓછા 3 મહિના પછી ચોક્કસપણે UPI પિન બદલો. આ તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખશે.
દિવસ દીઠ UPI અમાઉન્ટની લિમિટ : ફ્રોડના કિસ્સાઓ ટાળવા માટે, તમારે ડેઇલી ટ્રાન્જેક્શન માટે UPI પર રકમની લિમિટ નક્કી કરવી જોઈએ.
Read Also
- શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો તેરમો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ અધ્યાય, યોગ દ્વારા ક્ષેત્ર અને ક્ષેત્રના જાણકાર વચ્ચેનો તફાવત
- IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા
- SAHASRAR CHAKRA / શરીરના તમામ ચક્રોમાં અગ્રેસર છે સહસ્રાર ચક્ર, અન્ય ચક્રોને પણ આપે છે ઉર્જા
- અમદાવાદ / રાઘવ ફાર્મમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરાયો, લોકોએ ખુરશીને છત્રી બનાવી
- કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર