GSTV
Gujarat Government Advertisement

UPIનો કરો છો ઉપયોગ? તો Fraud કરનારની આ રીતથી રહો સાવધાન

UPI

Last Updated on August 23, 2020 by pratik shah

કોરોના કાળમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ખૂબ તેજી જોવા મળી. હાલના સમયમાં લોકો કેશલેસ લેવડ-દેવડ કરવાથી બચવું જોઈએ. આ સોશિયલ ડિસ્ટન્સિંગને જોતા પણ સારૂ છે. તમે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા સરળતાથી ડિજીટલ લેવડ-દેવડ કરી શકો છો. પાછલા અમુક સમયમાં જે ઝડપથી ડિજીટલ વધી છે તેટલી જ ઝડપથી ઓનલાઈન ફ્રોડ પણ વધ્યા છે. જો તમે ડિજીટલ લેવડ દેવડ કરો છો તો તમને અમુક વસ્તુઓ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી સાઈબર ક્રાઈમ કરનાર અપરાધિઓ પર લગામ લાગી શકે. બેન્ક પણ તેને લઈને ગ્રાહકોને સાવચેત કરી રહ્યું છે. આવો જાણીએ કે કઈ વસ્તુઓ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.  

આ વાતોનું રાખો ધ્યાન

  1. UPI પિન, OTP અને પર્સનલ ડિટેલ્સ કોઈ પણની સાથે શેર ન કરો, જો તમને કોઈ કોલ કરે છે અને તે તમને OTP સંબંધિત કોઈ જાણકારી માંગે છે તો તરત આવા ફોન કાપી નાખો. મોટાભાગના લોકોની સાથે છેતરપિંડી OTP અને પર્સનલ ડિટેલ્સ શેર કરવાના કારણે જ થાય છે.
  2. કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો અને શંકાસ્પદ એસએમએસને ફોર્વર્ડ કરવાથી બચો.
  3. ગુગલ પ્લે અને એપ્પલ એપ સ્ટોર પર હાજર દરેક ડિજીટલ પેમેન્ટ્સ એપ પ્રમાણિત નથી હોતી. માટે કોઈ પણ એપ ડાઉનલોડ કર્યા પહેલા તેના વિશે સંપૂર્ણ પણે વાંચી લો. એવી એપને ડાઉનલોડ કરવા પર યુઝર પરમિશન ગ્રાન્ટ કરે છે અને તેમને ઠગવા માટે યુઝર્સને ડિવાઈઝનુ એક્સેસ મળી જાય છે.
  4. UPI પિન ત્યારે દાખલ કરવામાં આવે છે જ્યારે તમને કોઈને પૈસા મોકલવા હોય જો કોઈ તમારી પાસે કોલ કરીને કહે છે કે તમને પૈસા મળી રહ્યા છે તમારો UPI પિન આપો તો સમજી જાઓ કે ફ્રોડ કોલ છે.
  5. UPI MPINને કોઈની સાથે શેર ન કરો.
  6. બ્રાઉઝરને નિયમિત રૂપે અપડટ કરો અને ફિશિંગ ફિલ્ટને એક્ટિવ કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel

સાવધાન/ અજીબ નામ વાળા WiFi નેટવર્કથી બનાવો દુરી, iPhone યુઝર્સ માટે કંપનીએ જારી કરી ચેતવણી

Damini Patel

જોરદાર ઑફર/ માત્ર 49 રૂપિયામાં ઘરે લઇ આવો TVSનું આ શાનદાર સ્કૂટર, 6 મહિના સુધી નહીં ચુકવવી પડે એકપણ EMI

Bansari
Do NOT follow this link or you will be banned from the site!