જો તમે Paytm, Google Pay, Phone Pay, Amazon Pay જેવી થર્ડ પાર્ટી એપનો વપરાશ કરે છે અને તેના થકી UPI પેમેન્ટ કરે છે તો આ તમારા માટે એક સારા સમાચાર છે. નેશનલ પેમેંટ્સ કોર્પેરેશન ઓફ ઈંડિયાએ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ પર 30 ટકા કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે.

થર્ડ પાર્ટી એપના એકાધિકારને ખત્મ કરવા માટે લીધો આ નિર્ણય
NPCI એ આ નિર્ણય ભવિષ્યમાં કોઈપણ થર્ડ પાર્ટી એપના એકાધિકારને રોકવા અને તેના આકારના કારણે મળનાર વિશેષ ફાયદાને રોકવા માટે કર્યો છએ. NPCI ના આ નિર્ણયથી UPI ટ્રાંજેક્શનમાં કોઈપણ એક પેમેટ એપનો એકાધિકાર થશે નહી.

મહત્તમ 30 ટકા ટ્રાંજેક્શનની મંજૂરી
NPCI એ કહ્યુ છે કે, હવે દર મહીને 2 અબજ UPI ટ્રાંજેક્શન થઈ રહ્યા છે. દરેક પ્રકારની બેન્ક અને બેન્ક આ સુવિધાનો વપરાશ કરી રહ્યા છે. તેનાથી સમાન્ય જનતાને પણ ઘણો મોટો ફાયદો મળી રહ્યો છે. આગામી દિવસોમાં UPI ટ્રાંજેક્શનમાં વધુ તેજી આવશે. એવામાં NPCI એ નિર્ણય કર્યો છે કે, કોઈપણ સિંગલ થર્ડ પાર્ટી એપને ટોટલ વોલ્યૂમના મહત્તમ 30 ટકા ટ્રાંજેક્શનની જ મંજૂરી હશે.

1 જાન્યુઆરી 2020 થી થશે લાગુ
આ નિયમ 1 જાન્યુઆરી 2021 થી લાગુ થઈ રહ્યો છે. NPCI ના આ નિયમને સરળ શબ્દોમાં સમજીએ છે. માની લો કે, જાન્યુઆરી 2021માં દર મહીને અલગ-અલગ પ્લેટફોર્મ પર 3 અબજ UPI ટ્રાંજેક્શન હોય છે. તેના 30 ટકા એટલે કે, મહત્તમ 90 લાખ ટ્રાંજેક્શન કોઈ એક થર્ડ પાર્ટી એપ (જેમ કે, પેટીએમ, ગૂગલ પે, જિયો પે) થી એક મહીનામાં કરવામા આવી શકે છે. નવા નિયમનો યૂઝર્સ પર ક્યાં પ્રકારની અસર થશે, તેને લઈને અત્યાર સુધી કોઈ જાણકારી નથી.
READ ALSO
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
- Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ
- સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો