GSTV
Home » News » ATM મશીનમાં થયાં છે મોટા ફેરફાર, રૂપિયા ઉપાડતાં પહેલાં જાણી લો નહી તો ભરાશો

ATM મશીનમાં થયાં છે મોટા ફેરફાર, રૂપિયા ઉપાડતાં પહેલાં જાણી લો નહી તો ભરાશો

રિઝર્વ બેન્કના આદેશ બાદ તમામ બેન્કોએ ગ્રાહકોને EVM ચિપ વાળા ડેબિટ કાર્ડ જારી કર્યા છે. જો કે નવા એટીએમ કાર્ડઝમાં લોકોએ અલગ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણાં ગ્રાહકો તરફથી ફરિયાદ મળી રહી છે કે એટીએમ મશીનોમાં ફેરફાર થયા બાદ નવા ડેબિટ કાર્ડ ખરાબ થઇ રહ્યાં છે.

નવા મશીનોમાં ડેબિટ કાર્ડ નાંખતાં જ તે લૉક થઇ જાય છે. તે ત્યાં સુધી લૉક રહે છે જ્યાં સુધી તમારુ ટ્રાન્જેક્શન પુરુ ન થઇ જાય. પરંતુ આ દરમિયાન જોર લગાવીને પહેલાની જેમ કાર્ડ કાઢવાનો પ્રયાસ કરશો તો તમારુ કાર્ડ ડેમેજ થઇ જશે.

જો કે આ અપડેટને લઇને બેન્કોએ એટીએમ મશીનોની સ્ક્રીન કેબિનમાં આ મેસેજ આપ્યો છે કે કાર્ડ મશીનમાં નાંખ્યા બાદ તરત જ ન કાઢો. જો કે જૂના કાર્ડ્ઝમાં પણ આ પ્રકારની સમસ્યા આવી રહી છે.

જણાવી દઇ કે EVM ચિપ વાળા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વધુ સુરક્ષિત છે. તેના પર એક નાની ચિપ લાગી છે જેમાં તમારા ખાતાની સંપૂર્ણ જાણકારી હોય છે. આ જાણકારી એન્ક્રિપ્ટેડ હોય છે જેથી કોઇ તેનો ડેટા ચોરી ન શકે.

EVM ચિપ કાર્ડમાં ટ્રાન્જેક્શન દરમિયાન યુઝરને વેરિફાય કરવા માટે એક યૂનિક ટ્રાન્જેક્શન કોડ જનરેટ થાય છે જે વેરિફિકેશનને સપોર્ટ કરે છે જ્યારે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડમાં તેવું નથી થતું.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!