GSTV
Home » News » નેતાએ લગાવ્યો આક્ષેપ નીતિશ કુમાર સામે ભાજપે ઘૂંટણીયા ટેકવ્યા

નેતાએ લગાવ્યો આક્ષેપ નીતિશ કુમાર સામે ભાજપે ઘૂંટણીયા ટેકવ્યા

આરએલએસપીના અધ્યક્ષ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહે એનડીએ છોડવાનું એલાન કર્યુ નથી. પણ કુશવાહાએ મોતિહારી ખાતેના પાર્ટીના અધિવેશનમાં ભાજપ અને જેડીયુ પર ખૂબ ભડાશ કાઢી છે. કુશવાહાએ ભાજપ દ્વારા રામમંદિર નિર્માણના મુદ્દાનો વિરોધ કર્યો છે. નીતિશ કુમારની સામે ભાજપે ઘૂંટણિયા ટેકવ્યા હોવાનો પણ કુશવાહાએ આરોપ લગાવ્યો છે.

જો કે તેમણે એનડીએ છોડવાની ઘોષણા કરવાનું ટાળીને ભાજપની ટીકા કરતા સત્તાધારી ગઠબંધનથી દૂર રહેવાનો ઈશારો કર્યો છે. કુશવાહે કહ્યુ છે કે તેઓ પ્રધાન રહેશે કે નહીં તે વડાપ્રધાન મોદી પર નિર્ભર છે. કુશવાહાએ ભાજપ પર નીતિશ કુમારના ચશ્માથી જોવાનો આરોપ લગાવ્યો અને બિહારમાં શિક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાનું સ્તર કથળ્યું હોવાનું જણાવીને તેના માટે જેડીયુના અધ્યક્ષને જવાબદાર ઠેરવ્યા હતા.

તેમણે ભાજપના નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણી ટાણે જ મંદિર-મસ્જિદ જેવા મુદ્દાઓની વાત કરે છે. તેઓ આને ચૂંટણી એજન્ડા બનાવે છે. કુશવાહાએ ક્હ્યુ છે કે તેઓ ભાજપની આ નીતિનો સંપૂર્ણપણે વિરોધ કરે છે. મંદિર-મસ્જિદ બનાવવા રાજકીય પક્ષોનું કામ નથી. માટે તેઓ આને ચૂંઠણી મુદ્દો બનાવવાનું છોડી દે. કુશવાહાએ ભાજપને બિહારમાં ભારતીય જુમલા પાર્ટી ગણાવી છે.

તેમણે કહ્યું છે કે બિહારમાં ભાજપના નેતાઓ સૌથી મોટા જુમલાબાજ છે અને તેમણે નીતિશ કુમારની સાથે મળીને એક સંગઠન તૈયાર કરી લીધુ છે. સીટ શેયરિંગ મામલે કુશવાહાએ કહ્યુ છે કે જ્યારે તેઓ ભાજપના નેતાઓને દિલ્હી મળવા ગયા હતા. તો બિહારમાં તેમની પાર્ટીને તોડવાનું કામ કરવામાં આવ્યું હતું.

આરએલએસપીના નેતાઓને પ્રધાન પદ અને અન્ય લાલચ અપાઈ રહી હતી. કુશવાહાએ કહ્યુ હતુ કે નીતિશ કુમારે તેમને મીડિયાના માધ્યમથી નીચ કહ્યા હતા. પરંતુ તેઓ આ અપમાનને પણ સહન કરવા માટે તૈયાર હતા. પરંતુ તેમની શરત હતી કે નીતિશ કુમાર તેમના શિક્ષણ સંબંધિત 25 સૂત્રીય માગણીઓને સ્વીકારી લે.

READ ALSO 

Related posts

World Cup 2019: ટીમ ઇન્ડિયાની તૈયારીઓની આજે થશે પરીક્ષા, ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો

Bansari

વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં જ અફઘાનિસ્તાને બરાબરનું ધોયું પાકિસ્તાનને

NIsha Patel

રાહુલ અને પ્રજ્ઞા પર બાબા રામદેવનું મોટું નિવેદન, બોલ્યા- કોંગ્રેસ બચી ગઈ અનાથ થતાં-થતાં

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!