GSTV
Home » News » બેન્કનો આ મેસેજ નજરઅંદાજ કર્યો તો ભરાશો, પોતાના જ ખાતામાંથી નહી ઉપાડી શકો પૈસા

બેન્કનો આ મેસેજ નજરઅંદાજ કર્યો તો ભરાશો, પોતાના જ ખાતામાંથી નહી ઉપાડી શકો પૈસા

mobile internet price in india

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના તમામ ખાતા ધારકો માટે મોટી ખબર છે. જો એસબીઆઇનો કોઇપણ ખાતાધારક આ પ્રક્રિયાને પૂરી નહી કરે તો બેન્ક તમને તમારા જ ખાતામાંથી રૂપિયા નહી ઉપાડવા દે.

આ પ્રક્રિયા દર વર્ષે થાય છે અને આ પ્રક્રિયા દ્વારા તે સાબિત થાય છે કે તમે જીવિત છો અને સ્ટેટ બેન્કના ખાતામાંથી ટ્રાન્જેક્શન કરવામાં સક્ષમ છો. તેવામાં આ ખબર જાણવી તમારા માટે જરૂરી છે. હાલ એસબીઆઇ પોતાના ગ્રાહકોને એક એસએમએસ મોકલી રહી છે. જો તમે આ એસએમએસ પર ધ્યાન નહી આપો તો તમે તમારા જ એકાઉન્ટમાંથી ટ્રાન્જેક્શન નહી કરી શકો.

જણાવી દઇએ કે તાજેતરમાં જ બેન્ક પોતાના તમામ ગ્રાહકોને મોબાઇલ પર KYC કરાવવાનો મેસેજ મોકલી રહી છે. જો તમે તમારા ખાતાનુ KYC નહી કરાવો તો ભવિષ્યમાં તમારા ખાતામાંથી ટ્રાન્જેક્શન નહી કરી શકાય. RBIએ તમામ બેન્ક એકાઉન્ટ માટે KYC અપડેટ કરાવુ ફરજિયાત બનાવી દીધું છે. RBIના નિર્દેશાનુસાર SBIએ પોતાના ગ્રાહકોને KYC અપડેટ કરાવાનું કહ્યું છે.

જો તમે તમારા ખાતામાં KYC અપડેટ નથી કરાવ્યું  તો તમારે KYC કરાવા માટે કોઇપણ દસ્તાવેજ (પાસપોર્ટ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ) લઇને પોતાની બ્રાન્ચ પર જઇને સંપર્ક કરવાનો રહેશે. ત્યાં ગયા બાદ તમે તમારી SBI બ્રાન્ચના કોઇપણ કર્મચારીનો સંપર્ક કરી શકો છો અને તેમની મદદથી આ પ્રક્રિયા પૂરી કરી શકો છો.

Read Also

Related posts

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah