GSTV
Gujarat Government Advertisement

આધાર કાર્ડનો ફોટો પસંદ નથી, તો કરી શકો છો આ રીતે અપડેટ

Last Updated on May 27, 2019 by

ભારતના દરેક નાગરિક માટે આધાર કાર્ડ મહત્વનું દસ્તાવેજ જ નહીં, ઓળખ પત્ર પણ બની ગયું છે. કોઈ પણ લેણદેણ અને સરકારી યોજનાઓના લાભ માટે આધાર જરૂરી બની ગયું છે. આધાર કાર્ડ શરૂ કરનારી સંસ્થા ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ(UIDAI) બધાને ઘણી સુવિધાઓ આપે છે.

હવે તમે આધારમાં તમારો ફોટો પણ અપડેટ કરી શકો છો. આધાર કાર્ડમાં નંબર, એડ્રેસ અને તમારી જાણકારી ફેરફાર કરવાનું તમને ખબર છે. પરંતુ હવે તમે આધારમાં તમારો ફોટો પણ બદલી શકો છો. આધારમાં તમારો ફોટો બે રીતે અપલોડ કરી શકો છો. તમે UIDAI ક્ષેત્રના કાર્યાલયમાં પત્ર લખીને આધારમાં તમારો ફોટો અપડેટ કરવા માટે અરજી કરી શકો છો.

તેના માટે તમારે અરજી સાથે તમારો ફોટો અને આધાર કાર્ડની કોપી મોકલવાની રહેશે. જો તમારું આધાર કાર્ડ સ્વીકારવામાં આવશે તો 15થી 20 દિવસમાં તમારું નવું આધાર કાર્ડ મળી જશે. બીજી રીતે પણ તમે આધાર કાર્ડનો ફોટો અપડેટ કરાવી શકો છો. પહેલાં UIDAIની વેબસાઈટ પર એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરો અને ભરો. હવે તમારે નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાનું રહેશે. એનરોલમેન્ટ ફોર્મ તમારે આધાર સેન્ટરના એક્ઝિક્યુટિવને આપવાનું રહેશે.

ફોર્મની સાથે તમારી બાયોમેટ્રિક વિગતો પણ આપવાની રહેશે. તે અધિકારી તમારો નવો ફોટો માગશે અને તેનો 25 રૂપિયા ચાર્જ લેશે. જણાવીએ કે 25 રૂપિયા સાથે તમારે જીએસટી પણ આપવાનો રહેશે. ત્યારબાદ તમને એક ચિઠ્ઠી આપવામાં આવશે, જેમાં યુઆરએન નંબર હશે. આ યુઆરએન નંબર દ્વારા તમે અપડેટ ચેક કરી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave

સસ્તા ઘર ખરીદવાની તક! પીએનબી 15 જૂને વેચી રહી છે 12865 મકાનો અને ખેતીની જમીન, ચેક કરો સંપૂર્ણ વિગતો

Vishvesh Dave

મોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા વધીને મે 6.3 ટકાએ પહોંચ્યો: સામાન્ય માણસની તૂટી કમર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!