GSTV

Aadhaar Cardમાં ડોક્યૂમેન્ટ વગર મોબાઈલ નંબર કરો અપડેટ, અહીંયા જાણો સરળ રીત

Aadhaar Card એ ભારતના નાગરિકો માટેનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેમાં વ્યક્તિની તમામ વિગતો છે. આધારમાં રહેલી માહિતીમાં ફેરફારો થતાં રહે છે. તેથી તેમાં સુધારા કરવા જરૂરી બની જાય છે. ઘણા બધા કામ એવા છે કે હવે તે આધારકાર્ડ વિના શક્ય નથી. તેથી ખરી વિગતો હોવી આવશ્યક છે. Aadhaar Card આપનારી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા, આધારકાર્ડમાં કેટલીક માહિતીને કોઈપણ દસ્તાવેજો વિના અપડેટ કરવાની મંજૂરી હવે આપે છે.

તેમાંનું એક છે મોબાઇલ નંબર. મોબાઈલ ફોન નંબર બદલાઈ ગયો હોત તો તે અપડેટ કરી શકાય છે. કોઈપણ દસ્તાવેજ વિના તેમનો મોબાઇલ નંબર અપડેટ કરી શકે છે. ફક્ત Aadhaar Card લઈને તમારી નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે. આ પછી, તમારે મોબાઇલ નંબર અપડેટ માટે વિનંતી આપવી પડશે. જેની 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. Aadhaar Cardમાં મોબાઇલ નંબર હોવો મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે તમે કોઈપણ ચકાસણી પ્રક્રિયા માટે આધારનો ઉપયોગ કરો છો ત્યારે તમારા નંબર પર ઓટીપી નંબર આવે છે. ઓટીપી રજિસ્ટર થયા પછી જ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. Aadhaar Cardમાં સરનામું અપડેટ ઓનલાઇન કરી શકાય છે. તે માટે કચેરીએ જવાની જરૂર નથી.

READ ALSO

Related posts

કાર્તિકી પૂર્ણિમા : રાજ્યના આ ઐતિહાસિક શહેરમાં આવેલુ છે 250 વર્ષ જૂનુ ભગવાન કાર્તિકેયનું મંદિર, વર્ષમાં એકવાર ભક્તો કરી શકે છે દર્શન

Nilesh Jethva

સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગુજરાતી વ્યાકરણ ગ્રંથ આપનાર હેમચંન્દ્રાચાર્યની આજે જન્મ જયંતિ

Nilesh Jethva

જ્વેલરી એક્સપોર્ટને લઈને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય : હવે કસ્ટમ પ્રક્રિયામાંથી મળશે મુક્તિ, વેપારીઓમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!