GSTV

ઓફિસના ચક્કર કાપવામાંથી મળશે છુટકારો, હવે ઘર બેઠા આ રીતે અપડેટ કરો તમારું પાન કાર્ડ

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો સમય આવી ગયો છે. જેથી પાન કાર્ડની જરૂરિયાત પડશે. બેન્ક અથવા લેણદેણ સાથે જોડાયેલ બીજા કામમાં જ પાન કાર્ડની જરૂરિયાત હોય છે. એવામાં જો તમારુ પાન કાર્ડ, નામ, એડ્રેસ અથવા કોઈ અન્ય જાણકારી અપડેટ કરવાની છે તો બહાર કોઈપણ સેન્ટરના ચક્કર કાપવા જરૂરી નથી. તમે ઘરે બેઠા બધી જાણકારી મેળવી સરળતાથી પાન કાર્ડ અપડેટ કરી શકો છો. જાણો તેના માટે તમારે શું કરવાનું રહેશે.

તે માટે તમારે સૌ પ્રથમ NSDL ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે

  • આ વેબસાઈટ પર સર્વિસ ટેબ પર જઈ PAN પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ Changes or Correction in existing PAN Data / Reprint of PAN Card પર ક્લિક કરો. માંગવામ આવેલી બધી જાણકારીને ભર્યા બાદ કેપ્ચા કોડ સબમિટ કરો.
  • ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું હશે.
    જ્યારે e-KYC થકી તમે ડૉક્યૂમેન્ટ્સ જમા કરી શકો છો, પરંતુ તે માટે આધાર કાર્ડની જરૂરિયાત પડશે. e-sign થકી તમે સ્કેન ફોટોને સબ્મિટ કરી શકે છે. સબ્મિટ કર્યા બાદ તમારે પેમેંટ કરવાનું હશે. જેને તમારે ઓનલાઈન જ પેમેંટ કરવાનું રહેશે.
  • પેમેંટ કરવા માટે તમારે Pay Confirm પર ક્લિક કરવાનું હશે. પમેંટ કર્યા બાદ તમારે બેન્ક રેફરેંસ નંબર અને ટ્રાંજેક્શન નંબર મળશે. આ બંનેને સેવ કરી લો બાદમાં Continue પર ક્લિક કરો.
  • ત્યારબાદ આધાર કાર્ડની નીચે બોક્સ પર ટિક કરો અને બાદમાં Anthenticate પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જો તમારી જાણકારી આધાર કાર્ડ સાથે મેચ કરી રહી છે તો contunue with e-Sign અને e-KYC પર ક્લિક કરવાનું રહેશે. બાદમાં તમારે Generate OTP પર ક્લિક કરવાનું હશે.
  • ત્યારબાદ OTP નાખી સબ્મિટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક નવુ પેજ ખુલશે. જેમાં તમને એપ્લીકેશન ફોર્મ દેખાશે. જેને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી લેવાનું છે. તમારે આ મેલ થકી પણ મળી જશે.
  • ત્યારબાદ આઈડી પ્રૂફ બધા ડૉક્યૂમેંટ્સ તમારે NSDL-e-Govની ઓફિસમાં મોકલવાનો હશે.

READ ALSO

Related posts

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva

ભારત સામેની ટી20 સિરીઝમાં ડેવિડ વોર્નરને બદલે આ ખેલાડીને ટીમમાં સામેલ કરાયો

Karan

ટાઈગરની બહેનના ચહેરાને લઈને ટ્રોલરે કરી આ કોમેન્ટ, ક્રિષ્નાએ વળતો પ્રહાર કરી ચૂપ કરી દીધો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!