GSTV

અક્ષય કુમારની ‘લક્ષ્મી’ થી લઈને બોબી દેઓલની ‘આશ્રમ’ સુધી, નવેમ્બરમાં રિલીઝ થશે આ 9 ફિલ્મો અને વેબ સિરીઝ

Last Updated on October 31, 2020 by Karan

નવેમ્બર મહિનો મનોરંજનનો મજબૂત ડોઝ લઈને આવશે. આ મહિનામાં ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ આવી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ સાથે થિયેટરોમાં દર્શકો નવી મૂવીઝનો આનંદ પણ માણી શકશે  કારણ કે કોરોના વાયરસની મહામારી બાદ થિયેટરો ખૂલી ગયા છે અને દિવાળી પર નવી ફિલ્મો રિલીઝ થશે. સંપૂર્ણ યાદી આ મુજબ છે.

દિવાળી પર રિલિઝ થનારી ફિલ્મોની યાદી

નવેમ્બરમાં સૌથી મોટી ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ છે, જેનું નામ અગાઉ લક્ષ્મી બોમ્બ હતું પરંતુ ટાઇટલના વિવાદ બાદ તેને ‘લક્ષ્મી’માં પરાવર્તિત કરવામાં આવ્યું હતું. રાઘવ લોરેન્સ દિગ્દર્શિત આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર નવમી નવેમ્બરના રોજ જોવા મળશે. અનુરાગ બાસુ દિગ્દર્શિત ‘લૂડો’ 11 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. કોમેડી ક્રાઇમ ડ્રામામાં અભિષેક બચ્ચન, પંકજ ત્રિપાઠી, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા જેવા કલાકારો જોવા મળશે.

‘મમ ભાઈ’ ALT બાલાજી અને ઝી 5 પર રિલીઝ થશે

તેમજ 12 નવેમ્બરના રોજ ‘મમ ભાઈ’ ALT બાલાજી અને ઝી 5 પર રિલીઝ થશે. આ સિરીઝમાં અંગદ બેદી, સંદીપા ધર અને સિકંદર ખેર મુખ્ય ભૂમિકામાં છે. મનોજ બાજપેયી, દિલજીત દોસાંઝ અને ફાતિમા સના શેખની ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’ 13 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મનું દિગ્દર્શન અભિષેક શર્માએ કર્યું છે.

નવેમ્બરમાં ‘છલાંગ’ અને આશ્રમનો બીજો ભાગ રજૂ થશે

નવેમ્બરમાં અજય દેવગણ દ્વારા નિર્મિત ‘છલાંગ’ પણ સામેલ છે. હંસલ મહેતા દિગ્દર્શિત આ ફિલ્મ 13મી નવેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ સ્પોર્ટ્સ કોમેડી ફિલ્મમાં રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં છે. ત્યારબાદ પ્રકાશ જ્હા નિર્દેશિત ‘આશ્રમ’ વેબ સિરીઝનો બીજો ભાગ 11મી નવેમ્બરે એમએક્સ પ્લેયર પર આવી રહ્યો છે. મિર્ઝાપુર-2 બાદ દિવ્યેન્દુ શર્મા ફરી એકવાર ‘બિચ્છુ કા ખેલ’માં જોવા મળશે જે 18મી નવેમ્બરે ઝી 5 પર રિલીઝ થશે.

વેબ સિરીઝ ‘રાત બાકી હૈ’ ઝી 5 પર રિલીઝ થશે

20મી નવેમ્બરે અનૂપ સોની અને પાઉલી દામ અભિનિત વેબ સિરીઝ ‘રાત બાકી હૈ’ ઝી 5 પર રિલીઝ થશે. તેમજ 28મી નવેમ્બરે ‘નક્સલવાદી’ પણ ઝી 5 પર રિલીઝ થશે. આ વેબ સિરીઝમાં રાજીવ ખંડેલવાલ, આમિર અલી, ટીના દત્તા અને સત્યદીપ મિશ્રા મુખ્ય પાત્રોમાં જોવા મળશે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!