GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

એક્ટર્સની ટોળી કાસ્ટ કરવા માટે જાણીતા સંજય ગુપ્તા લઈને આવશે જબરજસ્ત ગેંગસ્ટર ફિલ્મ

‘કાંટે’, ‘મુસાફિર’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ જેવી ફિલ્મોના મેકર્સ એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ગેંગસ્ટર ફિલ્મનું નામ છે, ‘મુંબઈ સાગા’. તેમની આ ફિલ્મમાં પણ એકસાથે ઘણા એક્ટર્સ જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર આવી ગયું છે.

  • આ ફિલ્મમાં 1980 અને 1990ના દશકની વાર્તા છે. બોમ્બેમાંથી મુંબઈ કેવી રીતે બન્યું તેની આખી જર્ની અને આ સમય દરમિયાન ઘટેલી ઘટનાઓ દર્શાવવામાં આવશે. અંડરવર્લ્ડ ગેંગ્સ વચ્ચે થયેલી લડાઇમાં ઊભો થયેલો તણાવ પણ છે. તેની શરૂઆત ફેબ્રુઆરી, 1981માં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર સામે પેટ્રોલ પંપ પર દાઉદની રાઇવલ ગેંગે તેના ભાઇ સાબિર ઇબ્રાહિમની હત્યા કરી કરી હતી. ત્યારબાદ દાઉદ અને મુંબઈની બાકીની ગેંગ વચ્ચે દુશ્મની થઈ અને દિવસના અજવાળામાં પણ બિઝનેસમેન, બિલ્ડર્સ અને સિનેમા સાથે સંકળાયેલા લોકોની હત્યા થવા લાગી. પરંતુ 1994માં સ્પિનિંગ મિલના માલિક સુનીત ખટાઉના મર્ડરથી મુંબઈમાં અંડરવર્લ્ડનો ખાત્મો શવાનો શરૂ થયો. 80 અને 90ના દાયકામાં પોલીસે 900 એનકાઉન્ટર્સ કયાં જેમાં ઘણી ગેંગ ખતમ કરી નાખી અને મુંબઈ અંડરવર્લ્ડથી મુક્ત થયું. ‘મુંબઈ સાગા’ આ ઘટનાઓ પર આધારિત ફિલ્મ જ છે. અહી જુઓ, ફિલ્મનું પહેલું પોસ્ટર.
  • ફિલ્મમાં સૌથી પહેલાં ઇમરાન હાશમી અને જૉન અબ્રાહમને કાસ્ટ કરવામાં આવ્યા. બંને પહેલીવાર કોઇ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, પ્રતીક બબ્બર, ગુલશન ગ્રોવર, રોહિત રૉય અને અમોલ ગુપ્તે જેવા એક્ટર્સ પણા જોવા મળશે. તેઓ ગેંગસ્ટર્સ, પોલિટિશિયન અને પોલીસના અલગ-અલગ રોલમાં જોવા મળશે. અહીં ફિલ્મનું બીજુ પોસ્ટર પણ જુઓ.
  • ફિલ્મને સંજય ગુપ્તા ડિરેક્ટ કરશે. સંજય ગેંગસ્ટર બેઝ્ડ ફિલ્મો બનાવવા માટે ખાસ ઓળખાય છે.

  • ઘણીવાર તેમના પર અંડરવર્લ્ડ સાથેના સંબંધો અંગેના સવાલો પણ કરવામાં આવ્યા છે. 26 જુલાઇ, 2002એ સંજય સત્ત, મહેશ માંજરેકર, હરીશ સુગંધ અને સંજય ગુપ્તાની છોટા શકીલ સાથેની ટેલીફોનિક વાતચીતની ક્લિપ પણ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં ચલાવવામાં આવી હતી. આ એ સમયની વાત છે જ્યારે અંડરવર્લ્ડ બોલિવૂડ પર પોતાનો સિક્કો જમાવવા મથતું હતું. આ વાતચીતમાં રિતિક રોશનથી લઈને પ્રીતિ ઝિન્ટા, ગોવિંદા અને સંજય લીલા ભણસાલી સહિતના લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

  • આવતા મહિને ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. હજી સુધી રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે, ‘મુંબઈ સાગા’ 2020ના મધ્યમાં રિલીઝ થશે.

Related posts

30 ડોક્ટરોની ટીમ પણ નહોતી ઉકેલી શકી એ રહસ્ય તેમના મોત સાથે ધરબાઈ ગયું, અલૌકિક શકિતના હતા માલિક

Nilesh Jethva

સુપ્રીમે લોકડાઉનમાં જો આ નિર્ણય લીધો તો કરોડો લોકોને થશે ફાયદો પણ બેંકો લાગી જશે ધંધે, કેન્દ્ર અને RBIને નોટીસ

Harshad Patel

માઉન્ટ આબુમાં ફસાયેલા ચાર રાજ્યોના શ્રમિકો માટે આવી ખુશખબર, મળી આ લીલીઝંડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!