GSTV
Home » News » દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાના ઘરે પહોંચી યુપી પોલીસ, શું છે તેની પાછળનું કારણ

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાના ઘરે પહોંચી યુપી પોલીસ, શું છે તેની પાછળનું કારણ

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઘરે પહોંચી યુપી પોલીસ. અભિનેત્રી પર 2018ના વર્ષમાં કથિત સંડોવણીના મામલામાં સામેલ હોવાના કારણે ઉત્તર પ્રદેશમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ વાતને લઈ જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તેમાં બતાવામાં આવ્યું હતું કે તપાસ દરમિયાન મુરાદાબાદ પોલીસ ગુરુવારના દિવસે તેના ઘરે પહોંચી હતી. સૂત્રો અનુસાર ફરિયાદી જણાવે છે કે અભિનેત્રીને દિલ્લીમાં એક કાર્યક્રમમાં પરફોમન્સ કરવાનું હતું.

જોકે તે એવું ન કરી શકી અને શોના એક આયોજકે તેની સામે એફઆઈઆર દાખલ કરી હતી. જુહુ પોલીસે સમાચારની પુષ્ટિ કરી હતી અને કહ્યું કે મુરાદાબાદ પોલીસે તેની મદદ માંગી હતી. પોલીસ બયાનમાં દાખલ કરવા માગતી હતી. જોકે અભિનેત્રી ઘર પર નહોતી અને એટલા માટે પોલીસ ફરીથી તેના ઘરે જઈ શકે છે.

સોનાક્ષીએ પ્રવક્તાને કહ્યું કે, આયોજકોના આરોપ ખોટા અને નિરાધાર છે. પ્રોફેશનલ લાઈફમાં દબંગ ગર્લ તેની આવનારી ફિલ્મ ખનદાની શફાખામા અને મિશન મંગલમાં જોવા મળશે. તે સલમાનની ફિલ્મ દબંગ-3માં એક્ટિંગ કરતી નજરે પડશે. તે ફિલ્મમાં રજ્જોની ભૂમિકા કરશે.

Read Also

Related posts

આશિકી ફેમ રાહુલ રોયની 4 વર્ષ પછી પડદા પર પાછા ફરશે, ફિલ્મમાં આવશે નજર

Kaushik Bavishi

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

Dharika Jansari

ઈન્ટરનેટ પર લીક થઈ The Lion King, ડાઉનલોડ કરી જોઈ રહ્યા છે લોકો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!