ઉત્તર પ્રદેશના જાંબાઝ સબ ઇન્સ્પેક્ટર(એસઆઈ)એ પોતાના જીવની ચિંતા કર્યા વગર નદીમાં ડૂબી રહેલા યુવકનો જીવ બચાવ્યો. આ પોલીસકર્મીએ બાળપણમાં તરતા શીખ્યા હતા. પરંતુ આટલા વર્ષો પછી તે તરી શકશે કે નહીં તે નહોતી ખબર. પરંતુ જયારે ફરજની વાત આવી તો સબ ઈન્સ્પેક્ટરે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર નદીમાં છલાંગ આગવી દીધી. અલીગઢ પોલીસના એસઆઈની આ બહાદુરી માટે એસએસપી કલાનિધિ નૈથાનીએ પ્રશસ્તિ પત્ર અને 25 હજાર રૂપિયાનું પ્રોત્સાહન પુરસ્કાર આપી સન્માન કર્યું છે.

સમગ્ર કિસ્સો ગંગનહર સાંકરાનો છે. દાદો પોલીસ સ્ટેશનના એસઆઈ આશિષ કુમાર 20 જૂનના રોજ અહીં ડ્યુટી પર હતા. આ ઘટના બપોરના દોઢ વાગ્યાની છે.નહેરની પાળે હારુનપુર ગામના નિવાસી પન્નાલાલ તેજસિંહ યાદવ ઉભો હતો. અચાનક તે ગંગનહરમાં પડી ગયો. તેના પાણીમાં પડતાની સાથે જ લોકો બૂમો પાડવા લાગ્યા પરંતુ કોઈ તેને બચાવવા આગળ ન આવ્યું. ત્યારે, આ ડૂબતા યુવકને બચાવવા માટે એસઆઈ આશિષકુમારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર નદીમાં છલાંગ લગાવી દીધી અને યુવકને કુશળક્ષેમ બહાર કાઢ્યો.
અલીગઢ એસએસપી કલાનિધિ નૈથાનીએ આ ઘટનાને લઈને વિડીયો સાથે ટ્વીટ કર્યું છે. એસએસપીએ ટ્વીટમાં લખ્યું છે કે અલીગઢ પોલીસના ઝાંબાઝ સબ ઇન્સ્પેક્ટર આશિષે બાળપણમાં તરતા શીખ્યું હતું. ત્યાર બાદ વર્ષો સુધી તૈરાકી નહોતી કરી. પરંતુ ડૂબતા યુવકનો જીવ બચાવવા માટે ખાખી કેટલી હદે સમર્પિત હોય છે તે જોવા મળ્યું. સબ ઇન્સ્પેક્ટર આશિષને પ્રશસ્તિ પાત્ર અને 25 હજાર રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે છે.
તો, ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ જાંબાઝ પોલીસ ઓફિસરને 50 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
તો બીજી બાજુ, એસએસપીના આ ટવીટ પર કોમેન્ટ્સની પણ ભરમાર થઇ ગઈ છે. આ ટ્વીટને થોડાક જ સમયમાં 4 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે એટલું જ નહિ 800થી વધુ વખત આ ટ્વીટને રીટ્વીટ કરવામાં આવ્યો છે. લોકો દ્વારા એસઆઈની બહાદુરની ભરપેટ વખાણ કરવામાં આવી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ
- Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ