GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

VIDEO : બાઈકમાં આગ લાગી અને 4 કિલોમીટર સુધી ગાડી દોડતી રહી

ઈટાવાની નજીક આવેલા એક્સપ્રેસ હાઈવે પર બાઈકથી જઈ રહેલા પતિ અને પત્નીનો પોલીસની સતર્કતાના કારણે આબાદ બચાવ થયો છે. પતિ પત્ની સાથે તેમનો દિકરો પણ બાઈક પર સવાર હતો. ગાડીમાં આગ લાગી હતી અને તેમને ખબર જ નહોતી કે ગાડીમાં નાની એવી આગે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. બાઈક પર સવાર આ દંપતિની ગાડીમાં ટાયર સળગતા આગ લાગી હતી અને બાદમાં બાઈકની નીચેના ભાગમાં ફેલાવા લાગી હતી.

એ જ સમયે ત્યાં હાજર યુપી પોલીસની 100 નંબરની ટીમની નજર પડી અને તેઓ ચોંકી ગયા. પોલીસ કર્મીઓએ આગની માહિતી આપવા માટે બૂમાબૂમ પણ કરી પરંતુ બાઈકમાં સવાર કોઈએ સાંભળ્યું નહીં. કોઈ અનહોની ઘટના ન બની જાય આ માટે પોલીસની ટીમે તુરંત ગાડી લઈ તેમનો પીછો કર્યો. 4 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પોલીસ ગાડીને રોકવામાં સફળ રહી હતી. તાત્કાલિક તમામ ત્રણે લોકને બાઈક પરથી નીચે ઉતારવામાં આવ્યા. મહિલા અને તેના બાળકને તાત્કાલિક સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા.

માનવામાં આવી રહ્યું છે કે બાઈકની સાઈડમાં રહેલો થેલો સાઈલેન્સરમાં વારંવાર અડતો હોવાથી આગ લાગી ગઈ. જો કે ગાડીમાં આગ લાગ્યા હોવાની ઘટનાઓ ખૂબ ઓછી પ્રકાશમાં આવે છે, પરંતુ ઉનાળો હોવાના કારણે ઉપરથી ગાડી વધારે કિલોમીટર ચાલી હોવાની સાથોસાથ થેલા અને સાઈલેન્સરના કારણે આ દુર્ઘટના બની હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.

READ ALSO

Related posts

જો આવું થયું તો સંપૂર્ણપણે બંધ કરી દેવાશે હીરા બજાર, જાણી લો આ નવી ગાઇડલાઇન

Bansari

હવાથી ફેલાય છે Corona? દરેક પ્રશ્નોના આ રહ્યા જવાબ, વાંચી લો ક્યાંક ન આવે પસ્તાવવાનો વારો

Arohi

લોકડાઉનમાં કામ ના મળતાં પડી ગયાં ખાવાના ફાંફા, રત્નકલાકારે શરૂ કરી દીધું જુગારધામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!