GSTV
Gujarat Government Advertisement

લોકડાઉનના ભંગ બદલ લખનૌ પોલીસે 5.87 કરોડનો દંડ વસૂલ્યો, 13,200 લોકો સામે ગુનો દાખલ

લોકડાઉન

Last Updated on April 11, 2020 by Bansari

ઉત્તરપ્રદેશ પોલીસે લોકડાઉનનો ભંગ કરનારા ૧૩,૨૦૦ લોકો સામે પ્રથમદર્શી ગુન્હા નોંધ્યા છે. પ્રતિબંધક હુક્મોનો ભંગ કરવા બદલ ૪૨,૩૫૦ લોકો સામે કેસ કરાયા છે. એમ અહીંના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુંપોલીસે લોકડાઉનની જોગવાઇઓનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પાસેથી ૫.૮૭ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અવનિશ અવસ્થીએ પત્રકારોને જણાવ્યું કે જિલ્લાઓમાં લોકડાઉનના નિયમોનો ચુસ્ત અમલ કરાવવાના ભાગરૂપે ૪૨,૩૫૯ લોકો સામે ગુન્હા નોંધાયા છે.જાહેર સેવક દ્વારા યોગ્યપણે કરાયેલા  હુકમના અનાદર બદલ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ અંતર્ગત પ્રથમદર્શી ગુન્હા નોંધાયા છે.

લોકડાઉનની જોગવાઈઓનો અમલ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન રાજયમાં ૧.૩૯ કરોડ વાહનોને તપાસાયા છે. જે પૈકી ૩૧ લાખ વાહનચાલકોને દંડનીય ચલણ આપીને એમની પાસેથી ૫.૮૭ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આવશ્યક ચીજવસ્તુ ધારા અંતર્ગત ૩૪૪ પ્રથમદર્શી ગુન્હા નોંધાયા છે. ચીજવસ્તુઓના સંગ્રહ અને કાળા બજાર કરતાં ૪૨૬ લોકોના  નામ નોંધવામાં આવ્યા છે.મુખ્યપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ચીજવસ્તુઓના કાળાબજાર ચલાવી લેવાશે નહિ. એમની સામે જરૂર પડયે રાષ્ટ્રીય સુરક્ષાધારો પણ ઉપયોગમાં લેવાશે એમ પોલીસ અધિકારીએ કહ્યું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Pravin Makwana

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!