GSTV
India News ટોપ સ્ટોરી

UP: પીલીભીતમાં દર્દનાક અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓના કરૂણ મોત, સાત ઘાયલ

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં દર્દનાક માર્ગ અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે, અંદાજીત 7 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. ઘટના સ્થળ પર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે લોકોના મૃતદેહ ક્ષત વિક્ષત થયા હતામળતી માહિતી મુજબ, પીલીભીતના ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાઈને હાઈવે પર એક ઝડપભેર DCM પલટી ગઈ. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

આ પહેલા બુધવારે હમીરપુર જિલ્લાના નેશનલ હાઈવે પર લોડર અને ઓટો રિક્ષાની ટક્કર થઈ હતી, જેમાં પાંચ વર્ષના બાળક, બે મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા, જ્યારે એક ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને વધુ સારી સારવાર આપવા તબીબોને સૂચના આપવામાં આવી હતી.

હમીરપુર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં સુમેરપુરના પચખુરા ગામના રહેવાસી શ્યામબાબુ (35), તેમની પત્ની મમતા (30), પુત્રી દિપાંજલી (7), ભત્રીજી રાગિણી (15) પુત્રી ઉદય બાબુ, પાંચા (65) નિવાસી ઈંગોહટા, વિજય (26) રહેવાસી છપરા (બિહાર), ઓટો ડ્રાઈવર રાજેશ (25) રહેવાસી ઈંગોહાટા, રાજુલિયા (45) પત્ની શિવમોહન હતા.

READ ALSO

Related posts

જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ

Zainul Ansari

કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર

Hardik Hingu

મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ

Hardik Hingu
GSTV