GSTV
Gujarat Government Advertisement

નસીબ વાંકું/ એક સેન્ટિમીટરથી હારી ગયા ઉમેદવારઃ માપ પટ્ટીથી થયો હાર જીતનો ફેંસલો, યુપી ગ્રામપંચાયત ચૂંટણીમાં અનોખો નિર્ણય

Last Updated on May 3, 2021 by Harshad Patel

ઉત્તર પ્રદેશમાં ઔરેયા જિલ્લાના વિકાસ ખંડ વિધુનાની ગ્રામ પંચાયત મુડિયાઈમાં ચૂંટણી થઈ તેમાં બંને ઉમેદવારોના વોટ સરખા નીકળ્યા. તો પછી ચૂંટણી અધિકારી દ્વારા એક રિજેક્ટેડ મત પત્રની વચ્ચે લાગેલી મહોરને મેઝરટેપથી માપીને ચૂંટણીનું પરિણામ જાહેર કર્યું. જેમાં આકાંક્ષાને વિજયી જાહેર કરાઈ.

બંને ઉમેદવારોના સરખા 306 વોટ નીકળ્યા

અધિકારીક સૂત્રો મુજબ જણાવાઈ રહ્યું છે કે, વિધુના બ્લોકની ગ્રામપંચાયત મુડિયાઈમાં મુખ્ય પદની મત ગણતરી દરમિયાન પ્રત્યાશી આકાંક્ષા પત્ની અંસુ સિંહ અને રાજેશ સિંહની પત્ની કુસુમા દેવીના સરખા 306 વોટ નીકળ્યા.

એક મતપત્રમાં બંને ઉમેદવારોના ચિહ્નની વચ્ચે હતું નિશાન

જે પછીથી ચૂંટણી અધિકારીએ રિજેક્ટ મતપત્રોને જોયા. જેમાં એક મતપત્રમાં બંને ઉમેદવારોના ચિહ્નની વચ્ચે લાગેલું નિશાન હતું. જેને સ્કેલની મદદથી માપવામાં આવ્યું હતું. જે આંકાંક્ષાના ચુંટણી ચિહ્નની વધારે નજીક હતું. તેથી તે મતને આકાંક્ષાના મત સાથે જોડીને આકાંક્ષાને 1 મતથી વિજયી જાહેર કરવામાં આવી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજકોટ: કોરોનાના ખપ્પરમાં ગામડાઓ હોમાયા, સરપંચોને પાવર તો આપ્યા પણ તંત્ર કોઈ વાત સાંભળતુ નથી

Pravin Makwana

ચેતવણી / મીઠું ખાવામાં રાખજો સાવધાની : આ ભૂલો ભારે પડશે, દર વર્ષે 30 લાખ લોકોના થાય છે મોત

Bansari

સંવેદનાનું શાણપણ: જાહેર વિતરણ વ્યવસ્થાના ગુજરાતમાં ચિથરેહાલ, રાશનની અનેક દુકાનો પર ‘માલ નથી આવ્યો’ના બોર્ડ લાગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!