GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

દેશમાં રહેવાથી ભય લાગતો હોય તો પાકિસ્તાન જાય, અભિનેતાને ટીકિટ મોકલી અપાઈ

બોલીવુડ અભિનેતા નસરુદ્દીન શાહ દ્વારા આપવામાં આવેલા વિવેદાસ્પદ નિવેદન પર રાજકીય ચર્ચાઓ વધી ગઈ છે. ઘણા રાજકીય પક્ષો નસરુદ્દીન શાહની ટીકા કરી રહ્યાં છે, કેટલાકે તેમના નિવેદનને ટેકો આપ્યો છે. પરંતુ હાલ ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના પ્રમુખ અમિત જાનીએ નસરુદ્દીન શાહ માટે પાકિસ્તાનની ટીકીટ બુક કરાવી છે. અમિત જાનીએ આ ટિકિટ નસરુદ્દીન શાહના ઘરે મોકલી છે. નસરુદ્દીન શાહે કહ્યું હતું કે ભારતમાં ડર લાગે છે અને પોતાના બાળકોની ચિંતા કેમ થાય છે.

ઉત્તરપ્રદેશના અમિત જાનીએ નસરુદ્દીન શાહ માટે 14 ઓગસ્ટ, 2019 ના રોજ મુંબઈથી કરાંચીની ટિકિટ બુક કરાવી હતી. તેમણે કહ્યું કે જો તેઓને હિન્દુસ્તાનમાં ડર લાગી રહ્યો હોય તો તેઓ વિલંબ વગર પાકિસ્તાન જઈ શકે છે. 14 ઑગસ્ટના રોજ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે અને 15 ઓગસ્ટ સુધીમાં અમારા દેશમાંથી એક દેશદ્રોહી ઘટી જશે.

માત્ર એટલું જ નહી, તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે જો તેમને વધારે ડર લાગી રહ્યો હોય તો તે હનુમાન ચાલીસા પણ વાંચી શકે છે કારણ કે હનુમાનજીને તો હવે મુસલમાન બનાવી દેવામાં આવ્યાં છે. એટલે હવે તેઓને ઇસ્લામથી નકારી કઢાશે નહીં. તેઓએ તે પણ કહ્યું કે જેને પણ દેશમાં રહેવાથી ભય લાગતો હોય તેઓ પાકિસ્તાન જઈ શકે છે. જવાની બધી ગોઠવણ તેમની પાર્ટી કરશે.

Related posts

મની લોન્ડરિંગ કેસમાં ED એ કરી મોટી કાર્યવાહી, યસ બેંકના સહસ્થાપક અને DHFL ના પ્રમોટર બંધુઓની કરોડોની સંપત્તિ જપ્ત

pratik shah

વિકાસના એક પછી એક સાગરિતોની ધરપકડ, આજે પત્નિ અને દિકરો પણ ઝડપાયા

Pravin Makwana

ઉત્તર પ્રદેશમાં ફરી એક વાર લાગૂ થયું લોકડાઉન, આ તારીખ સુધી રહેશે સંપૂર્ણ રાજ્ય બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!