GSTV

જંગલરાજ/ મુરાદાબાદના મંદિરમાંથી મળ્યો મંહતનો મૃતદેહ, પરિવારજનોએ તપાસની કરી માંગ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ગાલશહીદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે શંકાસ્પદ સંજોગોમાં એક મહંતનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. નોંધનીય છે કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનું પંચનામું કરીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ મામલે રાષ્ટ્રીય યોગ સેનાનું કહેવું છે કે તેઓ ખાણકામ વિરુદ્ધ બોલતા હતા અને શંકાસ્પદ સંજોગોમાં તેમનું મોત થયું છે.

ખાણકામ વિરુદ્ધ બોલતા હતા અને શંકાસ્પદ સંજોગોમાં તેમનું મોત

પોસ્ટ મોર્ટમ હાઉસમાં પહોચેલા મહંત રામદાસના પરિવારજનોએ આ મોતને શંકાસ્પદ ગણાવી હતી. કારણ કે રાતથી તેનો મોબાઈલ બંધ આવી રહ્યો હતો. મહંત રામદાસના પરિવારજનો નિર્મલ ગુપ્તાએ જણાવ્યું કે, મને સવારે 8 વાગ્યે બે વ્યક્તિએ આ અંગેની માહિતી આપી કે મહંત રામદાસનો મૃતદેહ વાલ્મીકી મંદિરમાં પડ્યો છે. જે બે લોકો આવ્યા હતાતે મંદિરના જ હતા પરંતુ તેણે પોતાનું નામ જણાવ્યું ન હતું.

તેણે કહ્યું કે મારૂ માનવુ છે કે રાતથી મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો હતો.મોબાઈલ મળી રહ્યો નથી. પોલીસની પાસે પણ મોબાઈલ નથી એ માટે મને કંઈક શંકાસ્પદ લાગે છે કે મૃત્યુ સ્વાભાવિક નથી લાગતી.

નવરાત્રીના દિવસે કાલે પહોચ્યા હતા સંતઃ SSP

ઘટના સંબંધે એસએસપી મુરાદાબાદ પ્રભાકર ચૌધરીએ જાણકારી દેતા જણાવ્યું કે, મહંત રામદાસ નવરાત્રી દમયાન કાલે સાંજે મંદિર પહોચ્યા હતાં. અને 9 દિવસ સુધી મંદિરમાં જ રહીને વ્રત રાખવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ તેનો મૃતદેહ સવારે મંદિરમાં લોકોએ જોયો તો પોલીસને જાણકારી આપી, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Related posts

PAKમાં બગાવતના અણસાર, પૂર્વ પીએમ નવાજ શરીફે કહ્યું દેશમાં ચાલી રહ્યાં બે શાસનો

Mansi Patel

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

તહેવારોમાં ડુંગળીના ભાવ વધતાં સરકારે લીધો મોટો નિર્ણય, કોમનમેન માટે રાહતના સમાચાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!