GSTV
Home » News » મુલાયમસિંહ યાદવની વેવાણ સહિત 4 અધિકારીને 50 લાખનો દંડ, કારણ જાણશો તો ચોંકી ઉઠશો

મુલાયમસિંહ યાદવની વેવાણ સહિત 4 અધિકારીને 50 લાખનો દંડ, કારણ જાણશો તો ચોંકી ઉઠશો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ગોમતી નદીનાં કિનારે સફાઇ મામલે રાજ્યની યોગી સરકાર ઘણી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. સમીક્ષા બેઠકમાં સીએમ યોગીએ બેદરકારી પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે, જે ચાર અધિકારીઓની બેદરકારીને કારણે એનજીટીએ નગર નિગમ પર બે કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, હવે તે અધિકારીઓ પાસેથી જ દંડની રકમ વસૂલવામાં આવશે.

સીએમ યોગી આદિત્યનાથે જણાંવ્યું કે, દંડની રકમ આ અધિકારીઓ પાસેથી બરાબર વસૂલ કરવામાં આવે. જે અધિકારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાંથી એક યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનાં વેવાણ પણ છે. ચારેય અધિકારીઓને નોટીસ આપવા માટે નગર કમિશ્નરે અપર નગર કમિશ્નરને ફરિયાદ કરી છે.

લખનૌની ગોમતી નદીની આસપાસ સફાઇ વ્યવસ્થા બરોબર ન થતા તેમજ નદીનાં કિનારે કચરો પડ્યો હોવાને કારણે તેમજ ગરનાળાની ગંદકી ગોમતી નદીમાં જતા સોમવારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા સ્થાનિક નગર પાલિકાને પર્યાવરણીય દંડ ફટકારવામાં આવ્યો હતો. એક મહિના પહેલા એનજીટીએ નગર પાલિકાને ગોમતી નદીનાં કાંઠેથી કચરો હટાવવાનો આદેશ કર્યો હતો. ગોમતી નદીની સફાઇ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનું આંધણ કરી ચુકી છે. પરંતું નદીની સફાઇ તો દુર છે પરંતુ તેની આસપાસની ગંદકી પણ જેમની તેમ છે.

ખાતાકિય તપાસમાં સામે આવ્યું છે કે, નગર પાલિકાએ દેખાડા માટે આસપાસ સફાઇ તો કરી પરંતુ કિનારે પડેલા કચરાને હટાવવા માટે સરખી રીતે કામ કર્યુ નથી. આ કારણે જ એનજીટીએ દંડ ફટકાર્યો છે. નગર ટાઉન કમિશ્નરે તેના માટે જવાબદાર ચીફ ઇજનેર(સિવીલ) એસપી સિંહ, ચીફ ઇજનેર(ઇલેક્ટ્રો-મિકેનીકલ) રામ નગીના ત્રિપાઠી તેમજ ઝોનલ અધિકારી રાજેશ ગુપ્તા અને ઝોનલ અધિકારી અમ્બી બિષ્ટ પર 50-50 લાયક રૂપિયાનો દંડ વ્યક્તિગત રૂપે ફટકાર્યો છે.

અમ્બી બિષ્ટ મુલાયમ સિંહ યાદવની વેવાણ છે. નગર ટાઉન કમિશ્નરનું કહેવું છે કે, તપાસમાં સામે આ્વ્યું છે કે ગોમતી નદી આસપાર સફાઇ માટે અપાયેલા સૂચનો ઝોનલ અધિકારી ઝોન-3 અને 6, તેમજ ચીફ ઇજનેરોને પણ અપાયા હતાં. પરંતુ તેમણે તેનું યોગ્ય પાલન કર્યુ નહિં. આ કારણે એનજીટીએ સફાઇ મામલે આપત્તિ જતાવી હતી. તેમજ દંડ ફટકાર્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

કર્ણાટકનો કિલ્લો જીતવા ભાજપ તત્પર, યેદિયુરપ્પા ગુરૂવારે CM પદનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!