GSTV
Gujarat Government Advertisement

પડોશી દેશના મુસલમાનો શરણાર્થી નહીં છે ઘૂસણખોર, યોગી સરકારના આ મંત્રીએ કર્યો બફાટ

Last Updated on January 8, 2020 by Mayur

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના મંત્રી સુરેશ પાસીએ નાગરિકતા સંશોધન કાયદાની સમર્થન રેલીમાં વિવાદિત નિવેદન આપ્યું છે. સુરેશ પાસીએ દાવ કર્યો છે કે પડોશી દેશોમાંથી આવતા મુસલમાનો શરણાર્થી તરીકે નહીં પરંતુ ઘૂસણખોરની જેમ ભારતમાં આવે છે. તેઓએ વધુમાં કહ્યું કે આવા લોકો દેશમાં આતંકવાદ ફેલાવવા આવે છે.

ઝાંસીમાં સીએએના સમર્થનમાં એક રેલી દરમિયાન સુરેશ પાસીએ કહ્યું કે હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન અને ઈસાઈ બાંગ્દાલેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી પરેશાન થઈને આવે છે. તેઓ શરણાર્થી તરીકે આવે છે જ્યારે આ દેશોમાંથી આવેલા મુસલમાનો ઘૂસણખોર તરીકે આવે છે અને અહીં આતંકવાદ ફેલાવે છે. સુરેશ પાસી યુપી સરકારમાં રાજ્ય મંત્રી છે.

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે મોદી સરકાર અને ભાજપ જન જાગરુકતા અભિયાન ચલાવી રહી છે પરંતુ ભાજપના કેટલાંક નેતા જે પ્રકારને નિવેદન આવે છે તેનાથી આશંકાઓ દૂર થવાને બદલે વધતી જાય છે. આ પહેલાં હરિયાણાના ભાજપના ધારાસભ્ય કૃષ્ણા મિડ્ડાએ પણ સીએએને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે જેઓ આ દેશના ગુણગાન ગાય છે તેને અહીં રહેવાન કોઈ અધિકાર નથી. તેઓને દેશવટો આપવો જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!