GSTV
Home » News » મોહસિન રજાએ કહ્યું, પ્રિયંકા ‘સાઈબેરિયન પક્ષી’ પૂછ્યું, અયોધ્યા શા માટે જઈ રહી છે ફિરોઝ જહાંગીરની પોતી?

મોહસિન રજાએ કહ્યું, પ્રિયંકા ‘સાઈબેરિયન પક્ષી’ પૂછ્યું, અયોધ્યા શા માટે જઈ રહી છે ફિરોઝ જહાંગીરની પોતી?

priyanka gandhi

પ્રિયંકા ગાંધી વાડ્રાને જ્યારથી કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારથી વિપક્ષ તેમના પર પ્રહાર કરવા માટે કોઈ કસર બાકી નથી રાખતું. હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંત્રી અને અમેઠી જિલ્લાના પ્રભારી મોહસિન રજાએ પ્રિયંકા ગાંધીની અયોધ્યા યાત્રા પર નિશાનો સાધ્યો છે. મોહસિન રજાએ કહ્યું છે કે, ‘ફિરોઝ જહાંગીરની પોતી અયોધ્યા શા માટે જઈ રહી છે ?’

મોહસિન રજાએ કહ્યું કે, ‘અયોધ્યા તો શ્રીરામની જન્મભૂમિ છે અને શ્રીરામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનારા લોકો ત્યાં શું ખોજવા માટે આવ્યા છે ? મોહસિન રજાએ વધુમાં કહ્યું કે, પ્રિયંકા કુંભ ન ગઈ, બરસાનાની હોળીમાં ગઈ, અયોધ્યામાં દિપોત્સવ હતો ત્યારે ન ગઈ. લાગે છે તેમને બાબરની યાદ આવી ગઈ છે. બાબરના વધેલા નિશાન શોધવા માટે જઈ રહી છે.’

મોહસિન રજા આટલાથી ન અટક્યા અને અધૂરામાં પૂરૂ તેમણે એક જ દિવસમાં બધું બોલી નાખવું હોય તેમ પ્રિયંકા ગાંધીનું નામ લીધા વિના કહ્યું, ‘આ સાઈબેરિયન પક્ષી છે. આવતા જતા રહે છે અને વાતાવરણ જોઈ નીકળી જાય છે. કોંગ્રેસના લોકોની જે પ્રવૃતિ છે તે સાઈબેરિયન પક્ષી જેવી છે. મને લાગે છે કે હવે આ ડ્રામેબાઝીથી કંઈ થવાનું નથી.’

પ્રિયંકા ગાંધી અયોધ્યાની મુલાકાત લેવાના છે જેમના પર તેમણે કહ્યું કે, ‘કોઈ વાર ટ્રેનમાં સફર કરવો અને હોડીમાં બેસી અહીં તહીં જવું. જેમાં તેમને મોદીજીનું વિકાસ કાર્ય અચૂક દેખાશે. પિકનિક મનાવવી તેમની પ્રવૃતિ છે. અને તેઓ પિકનિક મનાવવા માટે આવતા જતા રહે છે.’

મહત્વપૂર્ણ છે કે પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા તે વિસ્તારમાં નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ જેવા કદાવર નેતાઓની લોકસભા સીટ આવેલી છે. જેથી તેમના પર પ્રહાર કરવાનું ભાજપના નેતાઓ અને કાર્યકરો બાકી નથી રાખતા. આજે ગુજરાતના વનમંત્રી ગણપત વસાવાએ પણ એક કાર્યક્રમમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહેલું કે, તેઓ શંકરનો અવતાર હોય તો ઝેર પીવડાવો જેથી ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો.

READ ALSO

Related posts

એક થપ્પડે ખરાબ કરી નાખ્યું આ અભિનેત્રીનું જીવન, ઘરમાંથી મળી ત્રણ દિવસ જુની સડેલી લાશ

Arohi

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Alpesh karena

મતદાન સમયે મોદી મમતાનાં કાર્યકરો બથોડે ચડ્યા, એવા બાધ્યા કે EVMનાં ભૂક્કા બોલાવી નાખ્યાં

Alpesh karena