GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

યુપીના કેબિનેટ મંત્રી કમલા વરૂણનું થયું કોરોનાથી નિધન, લખનઉનાં PGI હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા વરુણનું નિધન થયું છે. તેમનું આખું નામ કમલા રાની વરુણ હતું અને તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય પણ હતા. આ પહેલા તેઓ સાંસદ પણ રહી ચુક્યા છે, ઉલ્લેખનીય છે કે કમલા રાણી વરુણ ઉત્તર પ્રદેશ સરકારમાં ટેક્નિકલ એજ્યુકેશન મંત્રી હતા. કમલા વરુણ કોરોનાથી સંક્રમિત હતા. તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને તેમને લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

18 જુલાઈના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કમલા રાણી વરુણ ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. તેઓનું કોરોનાને કારણે મોત થયું છે. ગત 18 જુલાઈના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેઓને સારવાર માટે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે રવિવારે તેમનું દુઃખદ અવસાન થયું છે. કમલા વરુણનો જન્મ 3 મે 1958માં થયો હતો

કમલા રાણી વરુણ ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી

દેશમાં કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. 24 કલાકમાં  54 હજાર 736 જેટલા નવા કેસ નોંધાયા છે. અને 853 લોકોના મોત થયા.. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 17.50 લાખને પાર થઈ છે. તો અત્યાર સુધીમાં 37 હજાર 364 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી

દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ  મહારાષ્ટ્રમાં 4.31 લાખ કેસ નોંધાયા છે. અને કોરોનાથી 15 હજાર 316 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 2.51 લાખ કેસ અને ચાર હજારથી વધુ લોકોના મોત થયા છે. તમિલનાડુ બાદ આંધ્ર પ્રદેશમાં 1.50 લાખ કેસ અને 1 હજાર 407 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 1.36 લાખ, કર્ણાટકમાં 1.29 લાખ કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana

370ની વર્ષગાંઠ: અલગાવવાદી નહીં મનાવી શકે બ્લેક ડે, જમ્મુ કાશ્મીરમાં બે દિવસ માટે કડક કર્ફ્યું

Pravin Makwana

આર્થિક તંગીમાં મકાન વેંચતા પહેલાં ટેક્સનું અને રોકાણનું આ ગણીત સમજી લેજો નહીંતર આવક વેરા વિભાગની નોટિસ આવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!