GSTV
Home » News » લગભગ 75 પરીવારોના આ ગામના દરેક ઘરમાં છે એક IAS અથવા IPS અધિકારી!

લગભગ 75 પરીવારોના આ ગામના દરેક ઘરમાં છે એક IAS અથવા IPS અધિકારી!

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના માધોપટ્ટી ગામનુ નામ સામાન્ય નાગરીકે સાંભળ્યું હશે કે નહીં, પરંતુ આ ગામનુ નામ વહીવટી તંત્રમાં દરેક વખત ચર્ચામાં રહે છે. જેની પાછળ એક ખાસ કારણ છે.

કહેવાય છે કે આ ગામમાં ફક્ત વહીવટી અધિકારી જ જન્મ લે છે. આખા જિલ્લામાં તેને અધિકારોવાળું ગામ કહે છે. આ ગામમાં અંદાજે 75 ઘર છે, પરંતુ અહીંના 47 આઈએએસ અધિકારી ઉત્તર પ્રદેશ સહિત બીજા રાજ્યોમાં સેવા આપી રહ્યાં છે.

અહેવાલ મુજબ, વર્ષ 1914માં ગામના યુવક મુસ્તફા હુસૈન (જાણીતા શાયર વામિક જૌનપુરીના પિતા) પીસીએસમાં પસંદ થયા હતાં. ત્યારબાદ 1952માં ઈન્દૂ પ્રકાશ સિંહની આઈએએસની 13મી રેન્કમાં પસંદગી થઈ. ઈન્દૂ પ્રકાશની પસંદગી બાદ ગામના યુવાનોમાં આઈએએસ-પીસીએસ માટે હોડ મચી ગઈ. ઈન્દૂ પ્રકાશ સિંહ ફ્રાન્સ સહિત કેટલાંક દેશોમાં ભારતના રાજદૂત પણ રહ્યાં.

ઈન્દૂ પ્રકાશ બાદ ગામના ચાર સગા ભાઈઓએ આઈએએસ બનીને રેકોર્ડ કાયમ કર્યો. વર્ષ 1955માં દેશની સર્વશ્રેષ્ઠ પરીક્ષા પાસ કર્યા બાદ વિનય સિંહ આગળ ચાલીને બિહાર મુખ્ય સચિવ બન્યાં. તો વર્ષ 1964માં તેમના બે સગા ભાઈ છત્રપાલ સિંહ અને અજય સિંહ એકસાથે આઈએએસ માટે પસંદ થયાં.

અધિકારીઓવાળું ગામ કહીને અહીંના લોકો આનંદથી સમાતા નથી. માધોપટ્ટીના ડૉ. સજલ સિંહ જણાવે છે, “બ્રિટિશ હુકૂમતમાં મુર્તજા હુસૈન કમિશ્નર બન્યા બાદ ગામના યુવાઓને પ્રેરણાસ્ત્રોત મળ્યા. તેમણે ગામમાં જે રીતે શિક્ષણની જાગૃતિ ફેલાવી, તેઓ આજે આખા દેશમાં જોવા મળે છે.”

જિલ્લા મુખ્યાલયથી 11 કિલોમીટર પૂર્વ દિશામાં સ્થિત માધોપટ્ટી ગામમાં એક મોટું પ્રવેશદ્વાર ગામ હોવાની સાથે અલગ ઓળખાણ કરાવે છે. લગભગ 800 લોકોની વસ્તીવાળા આ ગામમાં અવાર-નવાર લાલ-વાદળી લાઈટવાળી ગાડીઓ દેખાય છે. મોટા-મોટા પદ પર પહોંચ્યા બાદ આ અધિકારી પોતાના ગામ ભૂલ્યા નથી.

આ ગામની મહિલાઓ પણ પુરૂષોથી પાછળ નથી. આશા સિંહ 1980માં, ઉષા સિંહ 1982માં, કુવંર ચંદ્રમોલ સિંહ 1983માં અને તેમની પત્ની ઈન્દૂ સિંહ 1983માં, અમિતાભ 1994માં આઈપીએએસ બન્યા તો તેની પત્ની સરિતા સિંહ 1994માં આઈપીએસ પસંદ કરવામાં આવી.

સજલ સિંહ જણાવે છે, “અમારા ગામમાં એજ્યુકેશન લેવલ ખૂબ જ સારું છે. અહીં એક ઘરમાં એકથી વધુ લોકો ગ્રેજ્યુએટ છે. મહિલાઓ પણ પાછળ નથી. ગામનો સરેરાશ સાક્ષરતા દર 95 ટકા છે, જ્યારે યૂપીનો સરેરાશ સાક્ષરતા દર 69.72 ટકા છે.

ફક્ત વહીવટી સેવાઓમાં પરંતુ અન્ય બીજા ક્ષેત્રોમાં પણ આ ગામના બાળકો પોતાનુ નામ કમાવી રહ્યાં છે. અહીંના અમિત પાંડે ફક્ત 22 વર્ષના છે, પરંતુ તેમના દ્વારા લખાયેલી ઘણી બુકો પ્રકાશિત થઈ છે. આ ગામના અન્મજેય સિંહ વિશ્વ બેંક મનીલામાં છે, ડૉકટર નીરૂ સિંહ અને લાલેન્દ્ર પ્રતાપ સિંહ વૈજ્ઞાનિક તરીકે ભાભા ઈન્સ્ટીટ્યૂટમાં. તો જ્ઞાનુ મિશ્રા રાષ્ટ્રીય અંતરીક્ષ સંસ્થા, ઈસરોમાં સેવાઓ આપી રહ્યાં છે. અલબત્ત, સિરકોની વિકાસ ખંડનું આ ગામ દેશના બીજા ગામ માટે એક રોલ મૉડલ છે.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel