GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સરકારે આ મહિલા પીઆઈ માથે 25 હજારનું જાહેર કર્યું હતું ઈનામ, પરાક્રમ જ હતું એવું કે…

ઉત્તર પ્રદેશના એક બેંકના એટીએમમાંથી દોઢ કરોડ રૂપિયા લૂંટનારી ટોળીને પકડ્યા પછી એમાંના 70 લાખ રૂપિયા ગૂપચાવી જનારી મહિલા પોલીસ ઇન્સપેક્ટર લક્ષ્મી ચૌહાણે મેરઠ કોર્ટમાં સરેન્ડર કર્યું હોવાના અહેવાલ વહેતા થયા હતા.

25 હજારના ઈનામની કરી હતી જાહેરાત

આ મહિલા પોલીસ ઇન્સપેક્ટર અને એના સાથી છ પોલીસ કોન્સ્ટેબલ સામે 70 લાખની ચોરીનો આરોપ જાહેર થતાં આ બધા નાસી ગયા હતા અને એેમના વિશે માહિતી આપનારને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે દરેકના માથા દીઠ 25 હજારના ઇનામની જાહેરાત કરી હતી.

એક માસથી નાસતા ફરતા હતા

લક્ષ્મી ચૌહાણ અને એના સાથીઓ છેલ્લા એક માસથી નાસતા ફરતા હતા. જો કે ચારે બાજુ પોલીસની ભીંસ વધી રહી હતી એટલે ગમે ત્યારે પકડાઇ જવાનો ડર તેમના મનમાં હતો જ. ગાઝિયાબાદ જિલ્લાના એન્ટી કરપ્શન બ્યૂરોએ બુધવારે આ સાતે જણ વિરુદ્ધ કુર્કી વૉરંટ ઇશ્યૂ કર્યા હતા.

સરેન્ડરની અરજી દાખલ

ત્યારબાદ લક્ષ્મી ચૌહાણ અને એના સાથીદારોએ મેરઠ કોર્ટમાં સરેંડરની અરજી દાખલ કરી હતી. સાતે જણ મેરઠની કોર્ટમાં હાજર થયા હતા. બધાંને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

Read Also

Related posts

નોકરી ધારકોને મોટો ઝટકો, ઈનકમ ટેક્સના નવા નિયમ હેઠળ હવે આ વસ્તુઓ પર નહી મળે છૂટ

Ankita Trada

B’Day Special: દર્શકોને પેટ પકડીને હસાવતી ભારતી સિંહનો આજે જન્મદિવસ, આ મહિલા કોમેડિયનો પણ કંઈ કમ નથી

Pravin Makwana

કોરોનાને માત આપવા ઝાયડસે શોધેલી દવાની આ છે ખાસિયત, ગ્લોબલ ડિમાન્ડને પહોંચી વળવાની પણ તૈયારી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!