GSTV
Gujarat Government Advertisement

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં તોફાની તત્વોના પોસ્ટર્સ બાબતે હાઈકોર્ટે યોગી સરકારની ઝાટકણી કાઢી

Last Updated on March 8, 2020 by pratik shah

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં તોફાની તત્વોના પોસ્ટર્સ લગાવવા બદલ અલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકારની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે આ મામલે લખનૌના પોલિસ કમિશનર તેમજ જિલ્લા અધિકારીને ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકાર પર તીખી ટિપ્પણી કરતા પૂછ્યું કે સરકારે ક્યા નિયમોના આધારે આ પોસ્ટર લગાવ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે સાર્વજનિક સ્થળો પર સંબંધિત વ્યક્તિની મંજૂરી વગર તેમનો ફોટો કે પોસ્ટર લગાવવું એ રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે. આ સ્પષ્ટપણે જે-તે નાગરિકોનું અપમાન છે.

હાઇકોર્ટે યોગી સરકાર પર આકાર શબ્દોમાં કરી ટિપ્પણી

ત્યારે હવે એ મહત્વનું છે કે નાગરિકતા કાયદો લાગુ થયા બાદ 19 ડિસેમ્બરે લખનૌમાં થયેલા પ્રદર્શનમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા 57 લોકોની તસવીર, તેમના નામ અને સરનામા સહિત તંત્રએ જાહેર કરી દીધી છે. જ્યારે આ મામલે ડીએમ અભિષેક પ્રકાશે કહ્યું કે જો નક્કી કરેલા સમયે આ લોકોએ દંડ ન ભર્યો તો તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. આ મામલે હાઈકોર્ટે આકરા શબ્દોંમાં યોગી સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો છે.

પોસ્ટર્સ લગાવવા બદલ અલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકારની ઝાટકણી કાઢી

ત્યારે સરકારી તંત્રએ હસનગંજ… હજરતગંજ… કેસરબાગ અને ઠાકુરગંજ વિસ્તારમાં 57 લોકો પાસેથી કુલ 88.62 લાખ રૂપિયાની વસુલાત કરી હોવાની વાત પણ કરી છે.અને આ બાબતે આગળ વધુ પ્રમાણમાં કાર્યવાહી કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!