GSTV

અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, હવે DNA ટેસ્ટથી સાબિત થઇ શકશે પત્ની ‘વફાદાર’ છે કે ‘બેવફા’

Last Updated on November 18, 2020 by pratik shah

હમીરપુરના રહેવાસી આ દંપત્તિના ત્રણ વર્ષ પહેલા ફેમિલી કોર્ટમાં છૂટાછેટા થયા હતા. આ મામલે પતિ રામ આસરે ફેમિલી કોર્ટમાં DNA ટેસ્ટની માંગ કરતા અરજી દાખલ કરી હતી. પરંતુ, ફેમિલી કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ સમગ્ર મામલો અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

છૂટાછેડાના 3 વર્ષ બાદ પિયરના મહિલા બની માતા

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં છૂટાછેડાના ત્રણ વર્ષ બાદ એક મહિલાએ પિયરમાં જ એક બાળકને જન્મ આપ્યો. મહિલાનો દાવો છે કે બાળક તેના પતિનું જ છે. જયારે પતિ આ વાતથી સ્પષ્ટ ઇન્કાર કરતા જણાવી રહ્યો છે કે બાળક તેનું કેવી રીતે હોઈ શકે જયારે રટણ વર્ષ પહેલા જ તેના છૂટાછેડા થઇ ગયા છે અને તેના તેની પૂર્વ પત્ની સાથે કોઈ સંબંધ જ નથી.

અલ્હાબાદ હાઇકોર્ટે DNA ટેસ્ટ ને ગણાવ્યો ઉત્તમ

જ્યાં અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ વિવેક અગ્રવાલની એકલ ખંડપીઠે સમગ્ર મામલે સુનાવણી કરી અને મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે કે ડીએનએ ટેસ્ટથી સાબિત થઇ શકે છે કે પત્ની બેવફા છે કે નહિ. હાઇકોર્ટે કહ્યું કે રામ આસર બાળકનો પિતા છે કે નહિ તે સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે.

DNA ટેસ્ટ

ફેમિલી કોર્ટે ફગાવી હતી DNA ટેસ્ટની માંગ

વાસ્તવમાં, છૂટાછેડાના ત્રણ વર્ષ બાદ પત્નીએ પિયરમાં બાળકને જન્મ આપ્યો હતો. પત્નીએ દાવો કર્યો હતો કે બાળક તેના પૂર્વ પતિ રામ આસરનું જ છે. જયારે પતિએ પત્ની સાથે શારીરિક સંબંધો હોવાની વાતથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. ત્યારબાદ પત્ની નીલમે હમીરપુર ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. ત્યારબાદ તેના પતિ રામ આસરે ફેમિલી કોર્ટમાં ડીએનએ ટેસ્ટની માંગ કરી હતી. જેને તે સમયે કોર્ટે ફગાવી દીધો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!