GSTV
Home » News » GRP એ ટ્રેન દુર્ઘટનાને કવર કરવા ગયેલ પત્રકારે ખૂબ માર્યો, કપડાં કઢાવી પેશાબ પીવડાવ્યો

GRP એ ટ્રેન દુર્ઘટનાને કવર કરવા ગયેલ પત્રકારે ખૂબ માર્યો, કપડાં કઢાવી પેશાબ પીવડાવ્યો

ઉત્તરપ્રદેશના શામલીમાં મંગળવારે એક ટ્રેન દુર્ઘટના થઈ. ધીમાનપુરા ફાટક પાસે ટ્રેક બદલાવાના કારણે એક માલગાડીની ત્રણ બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટનાને કવર કરવા ગયેલા એક પત્રકારને રેલ્વે પોલીસના કર્મચારીઓએ બહુ માર્યો.

આ ઘટનાનો વિડીયો બહાર આવતાં જ ખૂબ ઝડપથી વાયરલ બની રહ્યો છે. આરોપ છે કે જીઆરપીના કર્મચારીઓએ સાદી વર્દીમાં પત્રકારોને માર્યા, તેમને ગાળો આપી અને પછી તેમનાં કપડાં કઢાવ્યાં. એક પત્રકારે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જીઆરપીના કર્મચારીઓએ ઘટનાસ્થળે ગાળા-ગાળી કરી અને પારપીટ કરી.

પોલીસે તેમના કેમેરા ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો તો કેમેરા નીચે પડી ગયો. પત્રકાર જેવો કેમેરા લેવા નીચે નમ્યો, જીઆરપીવાળાઓ તેના પર ઊડી પડ્યા. તેને બહું ખરાબ ગાળો બોલવા લાગ્યા અને સતત મારવા લાગ્યા. પત્રકારનો આરોપ છે કે, તેને જેલમાં પૂરી નાખ્યો અને તેના મોંમાં પેશાબ પણ કર્યો.

વિડીયો બહાર આવતાં જ શામલી જીઆરપી ઈંસ્પેક્ટર રાકેશ કુમાર અને સિપાહી સુનીલ કુમારને તત્કાલ અંતર્ગત સસ્પેન્ડ કરી દીધા છે. પત્રકારને છોડી દેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

શામલી સ્ટેશન પર માલગાડીની શંટીંગ દરમિયાન ત્રણ બોગિઓ પાટા પરથી ઉતરી ગઈ તો, મુખ્ય ટ્રેક સંપૂર્ણ બંધ થઈ ગયો. બોગીઓ ત્યાંથી ખસેડ્યા બાદ ટ્રેનોની આવન-જાવન શરૂ થઈ ગઈ, પરંતુ નુકસાનપામેલ ટ્રેકનું રિપેરિંગ ચાલી રહ્યું છે. આ દુર્ઘટનાના કારણે ધીમાનપુરા ફાટકની બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો.

એક મહિલા પહેલાં શામલી રેલ્વે સ્ટેશનને બોમ્બથી ઊડાડી મૂકવાની ધમકી મળી હતી, હવે જ્યારે બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ ત્યારે બ્લાસ્ટ જેવો અવાજ થયો, જેના કારણે આસપાસની કોલોનીઓમાં રહેતા લોકો દરી ગયા. શહેરમાં સ્ટેશન પર બ્લાસ્ટની અફવાઓ પણ ફેલાઇ ગઈ.

Related posts

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari

ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

Mayur

કર્ણાટકના ધારાસભ્યો અને સ્પીકર બન્નેને રાજી રાખતો સુપ્રીમનો નિર્ણય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!