ઉત્તર પ્રદેશના હાથર્સમાં એક દલિત યુવતી સાથે થયેલ કથિત ગેંગરેપ અને મોત મામલે ઉત્તર પ્રદેશની યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું છે. પોતાના સોગંદનામામાં ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે પીડિતાના પરિવાર અને તમામ સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે થ્રી લેયર સુરક્ષા આપવામાં આવી છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પીડિતાના પરિવાર અને સાક્ષીઓને રક્ષણ આપવા મામલે જવાબ આપવા જણાવ્યું હતું. કોર્ટે સરકારને જણાવ્યું હતું એ તેઓ સાક્ષીઓને સુરક્ષા આપવાને લઈને વિગતવાર રિપોર્ટ ફાઈલ કરે.

પીડિત પરિવાર અને સાક્ષીઓને અપાઈ ત્રણ સ્તરની સુરક્ષા
મીડિયા અહેવાલો મુજબ, પોતાના સોગંદનામામાં યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે પીડિત પરિવાર અને સાક્ષીઓને સુરક્ષા આપવા માટે ત્રણ સ્તરની સુરક્ષા આપવામાં આવી છે. સાથે જ કોર્ટમાંથી હેસની તપાસ પર 15 દિવસની સ્થિતિનો રિપોર્ટ રાજ્ય સરકારને આપવા અંતે સીબીઆઈને નિર્દેશ આપવામાં માટે જણાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉત્તર પ્રદેશ ડીજીપી દ્વારા દાખલ કરવામાં આવી શકે છે.


ઉત્તર પ્રદેશ સરકારે દાખલ કર્યું સોગંદનામું
ગત સુનાવણીમાં ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની ખંડપીઠ સમક્ષ સૂચિબદ્ધ એક જાહેર હિતની અરજીની પ્રતિક્રિયામાં પ્રદેશ સરકારે હાઇકોર્ટથી કેસમાં સીબીઆઈ તપાસનો નિર્દેશ આપવા અનુરોધ કર્યો હતો. ઉત્તર પરદેહ સરકારે કોર્ટને જણાવ્યું કે વેચો નિષ્પક્ષ તપાસમાં ચોક્કસ હિતો દ્વારા ઉત્ત્પન્ન કરવામાં આવેલ બાધાઓથી બચવા માટે સીબીઆઈ તપાસ કરાવવાનો આદેશ આપવા અનુરોધ કરે છે.

ખોટી રીતે ફેલાવવામાં આવતી વાતો અટકે તે જરૂરી
ઉત્તર પ્રદેશ સરકારે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, એએસ બોપન્ના અને વી.રામસુબ્રમણિયનની ખંડપીઠને જણાવ્યું કે તેમણે પહેલા કેન્દ્ર પાસે હાથરસ કેસની સીબીઆઈ તપાસ કરાવવા માટે અનુરોધ કર્યો છે. યોગી સરકારે જણાવ્યું કે સીબીઆઈ તપાસ નક્કી કરશે કે કોઈ ચોક્કસ હિત માટે ખોટા અને જુઠ્ઠા તારણો ન ઘડી શકે. સરકારે જણાવ્યું છે કે આ કેસમાં જુદી જુદી વાતો ફેલાવવામાં આવી રહી છે. તે અટકાવવામાં આવે તેની ખાસ જરૂરિયાત છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….