Last Updated on October 2, 2020 by Mansi Patel
ઉત્તર પ્રદેશ હાથરસમાં એક દલિત યુવતી સાથે ગેંગરેપ અને ત્યારબાદ મોતની ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર ગુસ્સે છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ ગેંગરેપને ખોટો ગણાવ્યા બાદ ગામમાં ટીવી, પ્રેસ, વેબસાઈટના પત્રકારોને પ્રવેશ પર પ્રતિબંધ છે. કોઈ રાજકીય નેતાને જવાની મંજૂરી નથી, ડી.એમ. પોતે પરિવાર સાથે ધમકીભર્યા વાતો કરવા જઇ શકે છે.
પહેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન અને અન્ય પક્ષોને ગામમાં જવા માટે રોકી દેવાયા હતા. શુક્રવારે લખનૌમાં સમાજવાદી પાર્ટીના નેતાઓ કે જેઓ આ મુદ્દે વિરોધ કરી રહ્યા હતા પોલીસે લાઠીચાર્જ કર્યો તેમાં ઘણા કાર્યકરોને ઇજા પહોંચી હતી, સપાના પ્રવક્તા અનુરાગ ભાદોરીયાને પણ ઈજા થઈ હતી. યોગીનું વહીવટી તંત્ર સત્ય બહાર આવવાનું ટાળવા માંગે છે. તેથી જ લોકશાહીના સ્થંભોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આખરે ઉત્તર પ્રદેશની સરકાર યુવતીના રહસ્યો કયા છૂપાવવા માંગે છે ? શું યોગીએ પોતે આવી સૂચના આપી છે ?
યોગી અને મોદી સરકાર સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે!
- હાથરસના ડીએમ પ્રવીણ કુમારનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે પીડિત પરિવાર સાથે વાત કરી રહ્યા છે. અહીં ડીએએમ પરિવારને જણાવી રહ્યા છે કે મીડિયા આજે છે, કાલે જશે. જો તમે અમારી સાથે રહેવા માંગતા હો, તો સહાય સ્વીકારો. ડીએમ સ્પષ્ટપણે પરિવારને ધમકી આપીને કેસ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- હાથરસના એડીએમ જેપી સિંઘ અને વકીલ સીમા કુશવાહાનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યારે સીમા કુશવાહા પીડિત પરિવારની મુલાકાત લેવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એસડીએમ તેમને પરિવારના ઘર સુધી જવા દેતા નથી. સીમા કુશવાહાએ દિલ્હીની નિર્ભયાનો કેસ લડ્યો હતો. તેણે હાથરસના પરિવારને મદદ કરવાની વાત કરી હતી.
- મંગળવારે રાત્રે, જ્યારે પીડિતાનો મૃતદેહ હાથરસ ગામે પહોંચ્યો હતો, ત્યારે તે અડધી રાતે સળગાવી દેવાયો હતો. ઈન્ડિયા ટુડે રિપોર્ટર તનુશ્રી પાંડે ત્યાં જ રહ્યા, પરંતુ જ્યારે તનુશ્રીએ સવાલ કર્યો ત્યારે પોલીસે તેનો જવાબ આપ્યો નહીં. અને તરત જ ડેડબોડી સળગાવી.
- હાથરસ જિલ્લાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે, કલમ 144 લગાવી દેવામાં આવી છે. મીડિયાને ગામની અંદર જતા અટકાવ્યું છે. પત્રકાર ચિત્રા ત્રિપાઠી સાથે ગેરવર્તન કર્યું હતું. હાથરસના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આજ તક પત્રકારને ધમકાવ્યા અને ખરાબ વર્તન કર્યું હતું.
- મીડિયા સિવાય વિપક્ષી નેતાઓને પણ જિલ્લામાં જવાની મંજૂરી નથી. ગુરુવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને નોઈડામાં રોકવામાં આવ્યા હતા, શુક્રવારે ટીએમસી અને સપાના સાંસદો જિલ્લાની સરહદ પર પહોંચ્યા હતા અને તેમને આગળ જવા દેવાયા ન હતા.
- એક તરફ રાજ્ય સરકાર એસઆઈટી બનાવીને સાત દિવસમાં કેસની તપાસની ખાતરી આપે છે. તો બીજી તરફ યુપી પોલીસ નિવેદન આપે છે કે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો ન હતો. આ સિવાય ફોરેન્સિક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પીડિતાનું જાતીય શોષણ કરવામાં આવ્યું ન હતું, ફક્ત હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.
આવી સ્થિતિમાં પોલીસ અને વહીવટીતંત્રના વલણ અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને સત્યને દૂર રાખવામાં આવી રહ્યું છે અને આ મામલે કંઇક છુપાઇ રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્પષ્ટ છે કે આ મામલે પ્રશાસને જે રીતે પ્રતિક્રિયા આપી છે, તેનાથી અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે.
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
